વધુ પડતી ઝડપે વાહન ચલાવવા બાબત. - કલમ:૧૮૩

વધુ પડતી ઝડપે વાહન ચલાવવા બાબત.

(૧) કલમ ૧૧૨માં જણાવેલી ઝડપ મયૅાદાનું ઉલ્લંઘન કરીને મોટર વાહન ચલાવનાર (( અથવા તેના દ્રારા નોકરીએ રખાયેલ અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યકિત પાસે નીચે જણાવેલી રીતે

(૧) જયારે આવું મોટર વાહન હળવું મોટર વાહન હોય ત્યારે એક હજાર રૂપિયાથી ઓછી નહિ પરંતુ બે હજાર રૂપિયા સુધી વધી શકે તેવા દંડ

(૨) જયારે આવું મોટર વાહન મધ્યમ માલ વાહન અથવા મધ્યમ મોટર વાહન અથવા

મધ્યમ ઉતારૂ વાહન અથવા ભારે માલ વાહન અથવા ભારે ઉતારૂ વાહન હોય ત્યારે બે

હજાર રૂપિયાથી ઓછી નહિ પરંતુ ચાર હજાર રૂપીયા સુધી વધી શકે તેવી અને

(૩) બીજા અને ત્યાર પછીના આ પેટા કલમ હેઠળના ગુના માટે આવા ડ્રાયવરનું ડ્રાઇવીંગ લાયસન્સ કલમ ૨૦૬ ની પેટા કલમ (૪) ની જોગવાઇઓ હેઠળ જપ્ત કરાશે. }}

(૨) રદ કરેલ છે.

(૩) અભિપ્રાય કોઇ યાંત્રિક (( અથવા ઇલેકટ્રોનિકસ ))સાધનના ઉપયોગથી મેળવેલા અંદાજ ઉપર આધારિત હોવાનુ પુરવાર થતા સિવાય માત્ર એક સાક્ષીના અભિપ્રાય મુજબ કોઇ વ્યકિત ગેરકાયદેસર ઝડપે મોટર વાહન ચલાવી રહેલ હોવાની મતલબના તેના પુરાવા ઉપરથી તે વ્યકિતનો પેટા કલમ (૧) હેઠળ શિક્ષાને પાત્ર ગુનો સાબિત કરાવી શકાશે નહિ.

(૪) કોઇ કિસ્સામાં સંજોગો જોતા કલમ ૧૧૨માં જણાવેલી ઝડપ મટૅ ાદાનું ઉલ્લંઘન કયૅ વિના નિર્દિષ્ટ સમયમાં મુસાફરી કે તેનો ભાગ પુરો કરવો વ્યવહાયૅ નથી એવો કોર્ટનો અભિપ્રાય થાય તો તે કિસ્સામાં તે મુસાફરી કે તેનો ભાગ નિર્દિષ્ટ સમયમાં પૂરો કરવાનો છે એવા સમયપત્રકની પ્રસિધ્ધિ અથવા એવો આદેશ આપવાનુ કૃત્ય મયપત્રક પ્રસિધ્ધ કરનાર કે સૂચના આપનારે પેટાકલમ (૧) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કથાનો પ્રથમદરી પુરાવો થશે.

(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૩ ની પેટા કલમ (૧) માં પેટા ખંડ (૧) થી (૩) મુકવામાં આવેલ છે તેમજ પેટા કલમ (૨) રદ કરવામાં આવેલ છે. અમલ ના ૦૯/૦૮/૨૦૧૯))