બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવા બાબત. - કલમ:૧૮૪

બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવા બાબત.

જે જગાએ વાહન હાંકવામાં આવી રહ્યુ હોય તે જગ્યાનો પ્રકાર સ્થિતિ અને વપરાશ સાથે સાથે તે વખતે ટ્રાફીકની ખરેખરી ભીડ હોય કે તે જગ્યામાં હોવાની વ્યાજબી રીતે ધારણા હોય તેવા કેસના તમામ સંજોગો ધ્યાનમાં લેતા જાહેર પ્રજા માટે જોખમ ઉભું થાય (અથવા વાહનમાં બેસનારા અથવા અન્ય માર્ગે ઉપયોગકતાઓ અને માગૅની નજીકમાં હોય તેવી વ્યકિતઓમાં ચેતવણી અથવા ભયની લાગણી જન્મે) એવી ઝડપે કે રીતે મોટર વાહન હાંકે તે પ્રથમ ગુના માટે (છ મહિનાથી ઓછી નહિ તેવી એક વષૅ) સુધીની કેદની અગર તો (એક હજારથી ઓછા નહિ તેવા પાંચ હજાર રૂપીયા) સુધીના દંડની સજાને પાત્ર ઠરશે અને તેવા પ્રથમ ગુનો બન્યો હોય તેના જેવો તેના ત્રણ વષૅની અંદર કરેલા તે પછીના ગુના માટે બે વષૅ સુધીની કેદની સજા અગર તો (દસ હજાર રૂપિયા) સુધીના દંડની કે બંન્ને સજાઓને પાત્ર ઠરશે.

સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુઓ માટે

(એ) લાલ લાઇટની અવગણના કરીને (બી) અટકવા માટેની નિશાનીને અવગણવી

(સી) વાહન ચલાવતી વખતે હાથમાં ધરાવવાના સંદેશા વ્યવહારના સાધનનો ઉપયોગ કરવો. તેનાથી

(ડી) કાયદાનો ભંગ થતો હોય તે રીતે અન્ય વાહનની બાજુમાંથી પસાર થવું કે આગળ જવુ (ઓવરટેક)

(ઇ) ટ્રફિકના અધિકૃત પ્રવાહથી વિરૂધ્ધ વાહન ચલાવવું અથવા (એફ) જે પુજૉ અથવા સાવચેત ડ્રાયવર પાસેથી અપેક્ષિત હોય તેનાથી નિમ્ન રીતે અને જયારે એવા ભાગ અને સાવચેત ડ્રાયવર માટે એવી રીતે ડ્રાયવીંગ કરવુ ભયરૂપ બને તેમ હોય તે રીતે વાહન ચલાવવુ. આવી રીતે વાહન ચલાવવુ તે જાહેર જનતા માટે ખતરારૂપ ગણાશે.

(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૪માં એક હજાર ની જગ્યાએ પાંચ હજાર અને બે હજાર ની જગ્યાએ દસ હજાર મુકવામાં આવેલ છે.

અમલ ની-૦૯/૦૮/૨૦૧૯))