
નશાકારક પીણા કે પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબત.
મોટર વાહન ચલાવતી કે ચલાવવાની કોશિશ કરતી વખતે જે કોઇ વ્યકિત (એ) શ્વાસોચ્છવાસના પરીક્ષણ અથવા અન્ય કોઇ પરિક્ષણ જેવા લેબોરેટરી ટેસ્ટ સમાવિષ્ટ દરમ્યાન જો ડ્રાઇવરના લોહીમાં દારૂ ૩૦ એમ.જી.દરેક ૧૦૦ એમ.એલ. જો તેના લોહીમાંથી પરીક્ષણ દરમ્યાન મળી આવે તો અથવા
(બી) વાહન ઉપર યોગ્ય કાબૂ રાખવાને કારણે પોતે અશકિતમાન થાય તેટલી હદે નશાકારક પીણા કે પદાર્થની અસર હેઠળ હોય
તે પહેલા ગુના માટે છ મહિના સુધીની કેદની અથવા (( દસ હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાને પાત્ર થશે અને એવો ગુનો અગાઉ કયૅાના ત્રણ વર્ષની અંદર કરેલા ત્યાર પછીના ગુના માટે બે વષૅ સુધીની કેદની અથવા (( પંદર હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાને પાત્ર થશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે શબ્દ પ્રયોગ ઔષધ એટલે દારૂ કુદરતી અથવા કૃત્રિમ અથવા કોઇ કુદરતી દ્રવ્ય અથવા કોઇ ક્ષાર અથવા તેવા પદાર્થની બનાવટ અથવા પદાર્થ જેને કેન્દ્ર સરકારે આ અધિનિયમથી નિદિષ્ટ કરેલ હોય અને તેના કૈફી ઔષધ અને મનપ્રભાવી દ્રવ્યો જેની વ્યાખ્યા કૈફી ઔષધો અને મનપ્રભાવી દ્રવ્ય અધિનિયમ ૧૯૮૫ ની કલમ ૨ ના ખંડ (૧૪) અને ખંડ (૨૩) માં કરવામાં આવેલ છે તે (( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૫ની પેટા કલમ (એ)માં ફેરફાર કરવામાં આવેલ છે અને પેટા કલમ (બી) માં બે હજાર ની જગ્યાએ દસ હજાર અને ત્રણ હજારની જગ્યાએ પંદર હજાર મુકવામાં આવેલ છે, અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw