માનસિક કે શારીરિક રીતે અશકત સ્થિતિમાં વાહન ચલાવવા બાબત. - કલમ:૧૮૬

માનસિક કે શારીરિક રીતે અશકત સ્થિતિમાં વાહન ચલાવવા બાબત.

જેને લઇને પોતે વાહન ચલાવવુ લોકો માટે જોખમી થઇ પડે તેવા રોગ કે અશકતતાથી પોતે પીડાય છે એમ જાણવા છતા કોઇ જાહેર જગામાં મોટર વાહન ચલાવનાર પહેલા ગુના ૫ માટે (( એક હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને અને બીજા કે ત્યાર પછીના ગુના માટે (( બે હજાર રૂપિયા )) સુધીની દંડની શિક્ષાપાત્ર થશે

(( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૬માં બસો ની જગ્યાએ એક હજાર અને પાંચસો ની જગ્યાએ બે હજાર મુકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))