અકસ્માતને લગતા ગુના માટે શિક્ષા. - કલમ:૧૮૭

અકસ્માતને લગતા ગુના માટે શિક્ષા.

કલમ ૧૩૨ની પેટા કલમ (૧)ના ખંડ (( એ ))ની કે કલમ ૧૩૩ની કે કલમ ૧૩૪ની જોગવાઇઓનુ પાલન ન કરનાર (( છ મહિના )) સુધીની કેદની અથવા ((પાંચ હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાને પાત્ર થશે. અથવા આ કલમ હેઠળના ગુના માટે ફરીથી દોષિત ઠરે તો (( એક વષૅ )) સુધીની કેદની અથવા (( દસ હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાને પાત્ર થશે.

(( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૭માં ત્રણ મહિના ની જગ્યાએ છ મહિના પાંચસો ની જગ્યાએ પાંચ હજાર અને છ મહિના ની જગ્યાએ એક વષૅ એક હજાર ની જગ્યાએ દસ હજાર મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))