વાહન દોડ અને ઝડપની હોડ. - કલમ:૧૮૯

વાહન દોડ અને ઝડપની હોડ.

રાજય સરકારની લેખિત મંજૂર વિના કોઇ જાહેર જગામાં મોટર વાહનો વચ્ચે વાહન દોડ કે ઝડપની હોડ કરવા દેનાર કે તેમાં ભાગ લેનાર (( ત્રણ મહિના )) સુધીની કેદની અથવા ((પાંચ હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાને પાત્ર થશે અને ત્યાર પછીના ગુના માટે એક વષૅ સુધીની કેદ અથવા દસ હજાર રૂપીયા સુધીનો દંડ અથવા બંને (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૯માં એક મહિના ની જગ્યાએ ત્રણ મહિના પાંચસો ની જગ્યાએ પાંચ હજાર અને ત્યારપછીના ગુના માટે એક વષૅ સુધીની કેદ અથવા દસ હજાર રૂપિયા સુધીનો દંડ મુકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))