બિનસલામત વાહન વાપરવા બાબત. - કલમ:૧૯૦

બિનસલામત વાહન વાપરવા બાબત.

(૧) જે કોઇ વ્યકિત જાહેર જગામાં એવી ખામીવાળું મોટર વાહને કે ટ્રેઇલર ચલાવે અથવા ચલાવડાવે અથવા ચલાવવા દે કે જે ખામી પોતાની જાણમાં હોય અથવા સામાન્ય કાળજીથી પોતાથી જાણી શકાઇ હોત. અને જે ખામીને તે વાહનને ચલાવવુ તે જગા વાપરનાર વ્યકિતઓ અને વાહનો માટે જોખમી હોય તે વ્યકિત (( પંદરસો રૂપિયા )) સુધીના દંડની શિક્ષા પાત્ર થશે અથવા આવી ખામીને કારણે શારીરિક ઇજા અથવા મિલકતને નુકશાન કરે એવો અકસ્માત થયેલ હોય તો તે ત્રણ મહિના સુધીની કેદની અથવા (( પાંચ હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાને પાત્ર થશે. {{ અને ત્યારપછીના ગુના માટે શારીરિક ઇજા અથવા થયેલી મિલકત નુનુકશાની માટે છ માસ સુધીની કેદ અથવા દસ હજાર રૂપીયા સુધીનો દંડ અથવા બંને ))

(૨) જે કોઇ વ્યકિત માર્ગ સલામતી અવાજનુ નિયંત્રણ અને હવા પ્રદૂષણના સબંધમાં ઠરાવેલા ધોરણોનુ ભંગ કરીને કોઇ જાહેર જગામાં મોટર વાહન ચલાવે અથવા ચલાવડાવે અથવા ચલાવવા દે તે પ્રથમ ગુના માટે ( દશ હજાર રૂપિયા સુધીના દંડ અને ત્રણ માસ માટેની શિક્ષા અથવા બંનેને પાત્ર થશે અને પછીના ગુના માટે છછ માસની કેદ અથવા દસ હજાર સુધીના દંડ અથવા બંને ))

(૩) જે કોઇ વ્યકિત આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા નિયમોની માનવ જિંદગીને જોખમમાં મૂકે અથવા ત્રાસ થાય તેવા પ્રકારનો માલ લઇ જવાને લગતી જોગવાઇઓનો ભંગ કરીને જે કોઇ જાહેર જગામાં મોટર વાહન ચલાવે અથવા ચલાવડાવે અથવા ચલાવવાની છૂટ આપે તે પ્રથમ ગુના માટે (( દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા ત્રણ માસ માટે લાયસન્સ રદ થશે. )) અને બીજા કે ત્યાર બાદના ગુના માટે (( વીસ હજાર રૂપિયા ) સુધીના દંડની શિક્ષા અથવા ત્રણ વર્ષ સુધીની કેદની કે બંન્ને શિક્ષાને પાત્ર ઠરશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૯૦ની પેટા કલમ (૧)માં બસો પચાસ ની જગ્યાએ પંદરસો એક હજાર ની જગ્યાએ પાંચ હજાર અને પેટા કલમ (૨)માં એક હજાર ની જગ્યાએ દસ હજાર બે હજાર ની જગ્યાએ દસ હજાર અને પેટા કલમ (૩) માં ત્રણ હજારની જગ્યાએ દસ હજાર પાંચ હજાર ની જગ્યાએ વીસ હજાર મુકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))