
પરમીટ વિના વાહનો વાપરવા બાબત.
(૧) કલમ ૬૬ની પેટાકલમ (૧) મુજબની જોગવાઇઓનુ ઉલ્લંઘન થાય તે રીતે મોટર વાહન ચલાવે અગર તો વાપરવા માટે અથવા તો વપરાવે અથવા તો જરૂરી પરમીટ વિના અથવા સદરહુ વાહનને જરૂર ઉપર અથવા જે વિસ્તારમાં અથવા જે હેતુ માટે વાપરવાનુ હોય તેને લગતી શરતોનુ ઉલ્લંઘન કરે તે વ્યકિતને પહેલા ગુના માટે (( છ માસ સુધી વધી શકે તેવી કેદ )) અને દંડ (( દસ હજાર રૂપિયા )) શિક્ષાને પાત્ર થશે અને બીજા કે ત્યાર પછીના કોઇ ગુના માટે (( એક વષૅ સુધી વધી શકે તેવી કેદ પરંતુ કેદ છ માસ કરતા ઓછી નહિ થઇ શકે )) (( દસ હજાર રૂપિયા )) શિક્ષાને પાત્ર થશે
પરંતુ એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોર્ટ કારણો નોંધીને ઓછી સજા કરી શકશે. (૨) માંદગીથી પીડાઇ રહેલ કે ઇજા પામેલ વ્યકિતઓને મદદરૂપ થવા અગર તો સંકટમાં રાહત આપવા માટેના ખોરાક કે માલ સામાનની કે તેવા જ હેતુઓ માટે હેરફેરની બાબતમાં અગર તો તાકીદની સ્થિતિમાં મોટર વાહનના વપરાશને આ કલમમાંનો કોઇ મજકૂર લાગુ પડશે નહી. પરંતુ જોગવાઇ એવી કરવામાં આવી છે કે વાહન વાપરનાર વ્યકિતએ આવા ઉપયોગની તારીખથી સાત દિવસની અંદર આવા ઉપયોગની જાણ પ્રાદેશિક વાહન વ્યવહાર સતામંડળને કરવી જોઇએ.
(૩) પેટા-કલમ (૧)માં નિર્દિષ્ટ પ્રકારના કોઇ ગુના અંગેના ઉલ્લંઘન માટે સજા સામે જે અપીલમાં જે અદાલતમાં થઇ શકતી હોય તે અદાલત નીચેની કોટૅ કરેલ કોઇ હુકમ રદ કરી શકશે અથવા તેમા ફેરફાર કરી શકશે જો કે આવા ગુનાની સાબિતી સામે કોઇ અપીલ ન થઇ શકતી હોવા છતા પણ આવો હુકમ કરી શકશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૯૨એ ની પેટા કલમ (૧)માં પાંચ હજાર ની જગ્યાએ દસ હજાર ત્રણ મહિના ની જગ્યાએ છ મહિના મુકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯}}
Copyright©2023 - HelpLaw