
રજીસ્ટ્રેશન (નોંધણી) સબંધિત ગુનાઓ
(૧)જે કોઇ પણ મોટર વાહનનો માલિક કલમ-૪૧ની પેટા કલમ (૧) હેઠળ આવા મોટર વાહનની નોંધણી માટેની અરજી કરવામાં નિષ્ફળ જાય તે માગૅ વેરાની વાર્ષિક રકમના પાંચ ગણા અથવા મોટર વાહનના આજીવન કરતા ત્રણ ગણા જે રકમ વધારે હોય તેવા દંડને પાત્ર રહેશે.
(૨)જે કોઇપણ ડિલરે કલમ ૪૧ની પેટા કલમ (૧)ના બીજા જોગવાઇ હેઠળ નવા વાહનની નોંધણી માટેની અરજી કરવામાં નિષ્ફળ જાય તો તેવા મોટર વાહનના માગૅ વેરાના આજીવન કરની અથવા મોટર વાહનના આજીવન કરની ૧૫ ગણી રકમ બેમાંથી જે વધારે હોય તેવી રકમના દંડને પાત્ર રહેશે.
(૩)જે કોઇપણ મોટર વાહનનો માલિક હોય તે તેવા મોટર વાહનની નોંધણીનું પ્રમાણપત્ર એવા ખોટા દસ્તાવેજ અથવા એવી હકીકતોના આધારે મેળવે જે ખોટી મહત્વની હકીકતોના આધારે જેવી કે એન્જિન નંબર અથવા ચેસીસ નંબર ખોટો હોય અથવા જે નોંધણી પ્રમાણપત્રમાં લખેલા નંબર કરતા તેની ઉપર કોતરેલો હોય તેથી જુદો નંબર હોય તેના આધારે મેળવે તેને છ મહિનાથી ઓછી નહિ અને એક વષૅ સુધી થઇ શકે તેવી કેદ અથવા તે નિયત કરેલા વાષિક માગૅ વેરાથી દસ ગણી અથવા મોટર વાહનના આજીવન કર કરતા બે તૃતીયાંશ બેમાંથી જે વધાર હોય તેવા દંડને પાત્ર ઠરશે.
(૪)જે કોઇપણ મોટર વાહનના ડિલર તરીકે આવા વાહનની નોંધણી એવા દસ્તાવેજોના આધારે અથવા એવી હકીકતો જે મહત્વની રીતે ખોટી હોય અથવા મેળવેલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રમાં લખેલ એન્જિન નંબર અથવા ચેસીસ નંબર કરતા તેની ઉપર કોતરેલો એન્જિન નંબર જુદો હોય તેને છ મહિનાથી ઓછી નહિ અને એક વષૅ સુધી થઇ શકે તેવી તે આવા મોટર વાહન માટેના વાર્ષિક માગૅ કરતા દસ ગણી અથવા મોટર વાહનના આજીવન કર કરતા બમણા જે પણ વધારે હોય તેવા દંડને પાત્ર ઠરશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૧૯૨બી ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૯/૦૮/૨૦૧૯)
Copyright©2023 - HelpLaw