
યોગ્ય અધિકાર વિનાના એજન્ટો અને કેન્વાસરોને શિક્ષા.
(૧) કલમ ૯૩ની અથવા તે હેઠળ કરેલા કોઇ નીયમન જોગવાઇઓનુ ઉલ્લંઘન કરીને એજન્ટ કે કેન્વાસર તરીકે કામ કરનાર પહેલા ગુના માટે (( એક હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને અને બીજા કે ત્યાર પછીના કોઇ ગુના માટે છ મહિના સુધીની કેદની અથવા (( બે હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાનેપાત્ર થશે.
(૨) જે કોઇપણ કલમ – ૯૩ની અથવા તે હેઠળ બનાવેલા કોઇ નિયમોનું ઉલ્લંઘન થાય તે રીતે પોતાની જાતને એગ્રીગેટરના (ઇન્ટરનેટથી બુકિંગનુ કામ કરનાર) કાયૅ કરે તે એક લાખ રૂપિયાથી વધુ નહિ પરંતુ પચ્ચીસ હજાર રૂપિયાથી ઓછા નહીં તેવા દંડને પાત્ર થશે.
(૩) જે કોઇપણ તેને કલમ ૯૩ની પેટા કલમ (૪) હેઠળ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે આપવામાં આવેલા લાયસન્સની શરતોને તે રીતે કામ કરતી વખતે રાજય સરકારે તે રીતે નિયુકત ના કરેલ હોય તેવી મહત્વની શરતનો ભંગ કે તેને હજાર રૂપિયાના દંડની શિક્ષા કરાશે.
(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૯૩ નવેસરથી મુકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw