
પરવાનગી ઉપરાંતના વજનવાળું મોટર વાહન ચલાવવા બાબત.
(૧)કલમ ૧૧૩ ૧૧૪ ૧૧૫ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને મોટર વાહન ચલાવે અગર તો ચલાવવા માટે પરવાનગી આપે તો (( વીસ હજાર રૂપિયા અને વધારાના વજન માટે પ્રતિ ટન બે હજાર રૂપિયા )) સુધીનો દંડ થશે ઉપરાંત વધારાનો ભાર વાહનમાંથી ઓછો કરવાની કિંમત પણ ચુકવવી પડશે
(( જોગવાઇ કરવામાં આવે છે કે આવા મોટર વાહનને આવા મોટર વાહનનું નિયંત્રણ ધરાવતી વ્યકિત દ્રારરા આવુ વધારાનું વજનને દૂર કરવામાં આવે અથવા કરાવડાય અથવા દૂર કરવા દેવાય ત્યાં સુધી ચાલવા દેવાશે નહિ. ))
(( (૧-એ) જે કોઇપણ એવા મોટર વાહનમાં એવી રીતે માલ ભરવા દે જેથી તેનો કોઇ ભાગ તેના કદની બાજુની બહાર અથવા તેના આગળના અથવા પાછળના અથવા તેની પરવાનગીપાત્ર ઊંચાઇની મૉ ાદા કરતા વધારે હોય ત્યારે તેવા મોટર વાહનને હંકારે અથવા મોટર વાહનને હંકારાવડાવે તે વીસ હજાર રૂપિયાનો દંડ અને આવા ભારને ઓછો કરવા માટેના ચાસની ચૂકવણી સહિતની શિક્ષાને પાત્ર ઠરશે.
જોગવાઇ કરવામાં આવે છે કે તેમાં એવી રીતે ભરવામાં આવેલ માલ જેથી તેવો માલ તેવા મોટર વાહન ના આકારની બહાર પરવાનગી પાત્ર હોય તેથી વધારે હોય તેવી રીતે આગળના અથવા પાછળના અથવા ઊંચાઇની મયૅાદા કરતાં વધુ હોય તે રીતે આવા મોટર વાહનને હંકારવા દેવાશે નહિ.
વધુમાં જોગવાઇ કરવામાં આવે છે કે આ પેટા કલમમાં કશું પણ એવા મોટર વાહન જેને રાજય સરકાર અથવા કેન્દ્ર સરકારે આ માટે સક્ષમ સતાએ માફી આપી હોય તેને લાગુ પડશે નહિ. 3) (૨) કલમ ૧૧૪ હેઠળ આ અથૅ અધિકૃત કરેલ અધિકારી ડ્રાઇવરને તેનુ વાહન વજન કાંટા પર લઇ જવાનો આદેશ ક। પછી તે થોભાવવાની કે રજૂ કરવાની ના પાડે અથવા વજન કર્યું । પહેલા તે ભાર અથવા તેનો કોઇ ભાગ ઉતારી લે અથવા ઉતરાવી લે તે ડ્રાઇવર ત્રણ હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે
(( નોંધ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૯૪ની પેટા કલમ (૧) માં બે હજાર ની જગ્યાએ વીસ હજાર અને વધારાના વજનના એક હજારની જગ્યાએ બે હજાર પ્રતિ ટન અને એના પછી જોગવાઇ અને પેટા કલમ (૧-એ) ઉંમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw