વધારે ઊતારૂઓ ધરાવતું વાહન - કલમ:૧૯૪(એ)

વધારે ઊતારૂઓ ધરાવતું વાહન

જે કોઇપણ એવું ઊતારૂ પરિવહન વાહન હંકારે અથવા હંકારાવડાવે અથવા એવું મોટર વાહન જેમા આવા પરિવહન વાહન વાહનના રજિસ્ટ્રેશન પ્રમાણપત્રમાં અથવા પરિવહન વાહન માટે આપવામાં આવેલી પરમીટથી લાગુ પડતી શરતો કરતા વધારે ઊતારૂઓ સાથે હંકારાવડાવે તેને આવા વધારાના પ્રત્યેક મુસાફર દિઠ બસો રૂપિયાના દંડની શિક્ષા કરાશે.

જોગવાઇ કરવામાં આવે છે કે આવું પરિવહન વાહનને આવા વધારાના ઊતારૂ માટે વૈકલ્પિક પરિવહનની વ્યવસ્થા કરીને તેમાંથી ઊતારવામાં આવે તે પહેલા ચલાવા દેવાશે નહિ. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૪-એ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))