
સુરક્ષા પટ્ટાનો ઉપયોગ અને બાળકોની બેઠક
(૧) જે કોઇપણ સુરક્ષા પટ્ટો પહેયૅ વગર અથવા સુરક્ષા પટ્ટો પહેયૅ વગરના ઊતારૂઓ સાથે મોટર વાહનને હંકારશે તો એક હજાર રૂપિયા દંડને પાત્ર ઠરશે. જોગવાઇ કરવામાં આવે છે કે રાજય સરકાર સરકારી ગેઝેટસમાં જાહેરનામું બહાર પાડીને ઊતારૂઓને લઇ જતા પરિવહન વાહન અથવા અન્ય ચોકકસ વગૅના પરિવહન વાહનને આ પેટા કલમની જોગવાઇઓ લાગુ પડશે નહિ.
(૨) જે કોઇપણ ૧૪ વષૅથી ઓછી વયના બાળક સહિત તેવા બાળકને સુરક્ષા પટ્ટાથી અથવા બાળ સુરક્ષા પધ્ધતિથી સુરક્ષિત કયૅ વગર મોટર વાહન ચલાવે અથવા ચલાવડાવે અથવા તે માટે પરવાનગી આપે તેને એક હજાર રૂપિયાના દંડની શિક્ષા કરાશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૪-બી ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw