સુરક્ષા ટોપો નહિ પહેરવા માટેનો દંડ - કલમ:૧૯૪(ડી)

સુરક્ષા ટોપો નહિ પહેરવા માટેનો દંડ

જે કોઇપણ કલમ ૧૨૯ અથવા તે હેઠળ બનાવેલા નિયમો અથવા નિયમોની જોગવાઇઓનું ઉલ્લંઘન થાય તે રીતે મોટર સાઇકલ હંકારે અથવા હંકારવા દે તે રૂપિયા એક હજારનો દંડ અને ત્રણ માસ સુધી લાયસન્સ ધરાવવા માટે ગેરલાયક ઠરશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૪-ડી ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))