કટોકટીના વાહનને માગૅ આપવામાં નિષ્ફળતા - કલમ:૧૯૪(ઈ)

કટોકટીના વાહનને માગૅ આપવામાં નિષ્ફળતા

જે કોઇપણ મોટર વાહન હંકારતી વખતે અથવા હંકારવતા સમયે અગ્નિશામક વાહન અથવા એમ્બ્યુલન્સ અથવા રાજય સરકારે સૂચિત કરેલા હોય તેવા અન્ય કટોકટી સમયના વાહનને મોકળો માગૅ આપવા માટે ખસી જવામાં કે તે રીતે અવકાશ આપવામાં નિષ્ફળ જાય તે છ માસ સુધી વધી શકે તેટલા સમયની કેદ અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડ અથવા બંને શિલાને પાત્ર ઠરશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૪-ઇ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))