
શાંતિ વિસ્તારમાં હોનાનો ઉપયોગ કરવો
જે કોઇપણ
(એ) મોટર સાઇકલ ચલાવતી વખતે
(૧) જરૂર વગર અથવા સતતપણે અથવા સુરક્ષા સુનિશ્ર્વિત કરવા માટે જરૂરી હોય તેથી વધુ બિન-આવશ્યક રીતે હોનૅ વગાડે અથવા
(૨) જો સ્થળ ઉપર હોનૅ વગાડવા માટેની મનાઇની ટ્રાફીક નિશાની મુકેલી હોય ત્યાં હોનૅ વગાડે અથવા
(બી) મોટર વાહનમાં સાયલન્સર સિવાય અન્ય વાયુ નિકાલ માટેના કટ આઉટ ધરાવતું મોટર વાહન હંકારે તેને એક હજારના દંડને પાત્ર થશે અને બીજા અથવા ત્યાર પછીના ગુના માટે બે હજાર રૂપિયાનો દંડ કરાશે.
(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૪-એફ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))
Copyright©2023 - HelpLaw