વીમો ન ઉતરાવેલ મોટર વાહન ચલાવવા બાબત - કલમ:૧૯૬

વીમો ન ઉતરાવેલ મોટર વાહન ચલાવવા બાબત

કલમ ૧૪૬ની જોગવાઇઓનુ ઉલ્લંઘન કરીને મોટર વાહન ચલાવનાર કે ચલાવડાવનાર કે ચલાવવા દેનાર (( પ્રથમ ગુન્હા માટે ત્રણ મહિના સુધીની કેદની અથવા બે હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને અથવા એ બંન્ને શિક્ષાને પાત્ર થશે અને ત્યાર પછી ગુના માટે ત્રણ માસ સુધી વધી શકે તેવી કેદ અથવા ચાર હજાર રૂપીયા દંડ અથવા બન્ને શિક્ષા કરશે.

(( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૬માં એક હજાર ની જગ્યાએ બે હજાર અને ત્યાર પછીના ગુના માટે ત્રણ માસ સુધી વધી શકે તેવી કેદ અથવા ચાર હજાર રૂપિયા દંડ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))