અધિકાર વિના મોટર વાહન લઇ જવા બાબત. - કલમ:૧૯૭

અધિકાર વિના મોટર વાહન લઇ જવા બાબત.

(૧) મોટર વાહનના માલિકની સંમતિ વિના અથવા બીજા કાયદેસર અધિકાર વિના કોઇ મોટર વાહન લઇ જનાર અને ચલાવનાર ત્રણ મહિના સુધીની કેદની અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની શિક્ષાને અથવા એ બન્ને શિક્ષાને પાત્ર થશે. પરંતુ કોટૅને ખાતરી થાય કે પોતાને કાયદેસર અધિકાર હતો અથવા તે કેસના સંજોગોમાં તે વાહનના માલિકની સંમતિ માંગવામાં આવી હોત તો તેણે પોતાની સંમતિ આપી હોત એવી વાજબી માન્યતાથી આરોપી તે મુજબ વત્યો હતો તો તે આરોપીને આ કલમ હેઠળ દોષિત ઠરાવી શકાશે નહિ. (૨) જે કોઇ વ્યકિત ગેરકાયદેસર બળજબરીથી અથવા બળની ધમકી આપીને અથવા કોઇપણ પ્રકારનો ભય બતાવીને મોટર વાહન કબ્જે કરે અથવા તેનુ નિયંત્રણ કરે તે ત્રણ મહિના સુધીની કેદની અથવા ( પાંચ હજાર રૂપિયા )) સુધીના દંડની અથવા તે બન્ને શિક્ષાને પાત્ર થશે.

(૩) કોઇપણ મોટર વાહનના સબંધમાં પેટાકલમ (૧) અથવા પેટા કલમ (૨)માં જણાવેલ કૃત્યો પૈકી કોઇપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરનાર અથવા કોઇ કૃત્ય કરવાનુ દપ્રેરણ કરનારે પેટા કલમ (૧) હેઠળ અથવા પ્રસંગ પ્રમાણે પેટાકલમ (૨) હેઠળનો ગુનો કર્યો છે એમ ગણાવો.

(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૭ની પેટા કલમ (૧) અને (૨)માં પાંચસો ની જગ્યાએ પાંચ હજાર મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૨૦૧૯ )