
મોટર વાહનની બાબતમાં અનધિકૃત દખલગીરી.
કાયદેસર અધિકારથી કે વાજબી કારણસર હોય તે સિવાય કોઇ ઊભેલા મોટર વાહનમાં દાખલ થનાર અથવા તેના ઉપર ચડનાર અથવા કોઇ મોટરવાહનની બ્રેક અથવા તેના મશીનના કોઇ ભાગ સાથે ચેડા કરનાર ((એક હજાર રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે
(( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૮માં એકસો ની જગ્યાએ એક હજાર મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))
Copyright©2023 - HelpLaw