માર્ગે આકૃતિ (ડિઝાઇન) બાંધકામ અને જાળવણીના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ થવા અંગે - કલમ:૧૯૮(એ)

માર્ગે આકૃતિ (ડિઝાઇન) બાંધકામ અને જાળવણીના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ થવા અંગે

(૧) કોઇપણ નિયુકત કરેલ સતામંડળ કોન્ટ્રાકટર કન્સલ્ટન્ટ અથવા કન્સેશનરે જે માગૅના સલામતી ધોરણોની આકૃતિ અથવા બાંધકામ અથવા જાળવણી માટે જવાબદાર હોય તેઓએ કેન્દ્ર સરકાર દ્રારા વખતો વખત નિયત કરવામાં આવેલ આકૃતિ બાંધકામ અને જાળવણીના ધોરણોને અનુસરવાનુ રહેશે.

(૨) પેટા કલમ (૧) હેઠળ જવાબદાર નિયુકત કરેલ સતામંડળ કોન્ટ્રાકટર કન્સલ્ટન્ટ અથવા કન્સેશનરે (વિશેષાધિકારી) ની માર્ગે આકૃતિ બાંધકામ અને જાળવણીના ધોરણોને પાલન કરવાની નિષ્ફળતા મૃત્યુ અથવા વીકલાંગતામાં પરિણામે તો તેવી સતામંડળ અથવા કોન્ટ્રાકટર અથવા વિશેષાધીકારી એક લાખ રૂપિયા સુધી વીસ્તુત થઇ શકે તેટલા દંડની સજાને પાત્ર ઠરશે અને તે દંડની રકમ કલમ ૧૬૪-બી હેઠળ સ્થપાયેલ ભંડોળને ચૂકવવાનું રહેશે.

(૩) પેટા કલમ (૨)ના હેતુઓ માટે અદાલતે ખાસ કરીને નીચે મુજબની બાબતોમાં સબંધ રહેશે જેવી કે (એ) માગૅની વિશેષતાઓ અને માર્ગની આકૃતિ પ્રમાણે વ્યાજબી રીતે તેને જેના દ્રારા વધારવામાં આવતું હોય તેવા ટ્રાફિકની પ્રકૃતિ તથા પ્રકાર

(બી) તેવી વિશેષતાઓ (લક્ષણ) ધરાવતા માગૅ તથા જેના માટે માગૅનો ઉપયોગ થતો હોય તેવા ટ્રાફીકને લાગુ પડતા જાળવણી નિયમોનુ ધોરણ

(સી) સમારકામની સ્થિતિ જેમા માર્ગે ઉપયોગ કરનારાઓ માર્ગને જોવા માટે અપેક્ષિત હોય (ડી) માગૅની જાળવણી માટે જવાબદાર નિયકુત કરેલ સતામંડળને ખબર હોય અથવા વ્યાજબી રીતે જાણ હોવન અપેક્ષિત હોય કે જે માગૅના હિસ્સાથી કાયૅ સબંધિત છે તેની સ્થિતિ માગૅ વાપરનારાઓ માટે જોખમકારક છે કે કેમ

(ઇ) માગૅની જાળવણી માટે જવાબદાર નિયુકત કરેલ સતામંડળને દાવાનું કારણ ઉપસ્થિત થયા પહેલા માગૅના તે હિસ્સાનું સમારકામ કરાવવા માટે વ્યાજબી રીતે અપેક્ષા હતી કે કેમ

(એફ) માગૅ ચિન્હો દ્રારા તેની સ્થિતિ અંગે પૂરતી ચેતવણી નોટીસો દર્શાવવામાં આવેલ હતી કે કેમ અને (જી) કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરવામાં આવેલ તેવી અન્ય બાબતો.

સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે શબ્દ કોન્ટ્રાકટર માં પેટા કોન્ટ્રાકટરો તથા માગૅના કોઇ પટ્ટાની આકૃતિ બાંધકામ અને જાળવણીના કોઇપણ તબકકા માટે જવાબદાર તમામ વ્યકિતઓની સમાવેશ થાય છે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૮-એ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))