કંપનીઓએ કરેલા ગુન્હા.
(૧) આ અધિનિયમની કોઇ જોગવાઇનુ ઉલ્લંઘન કરનાર વ્યકિત કોઇ કંપની હોય તો ગુન્હો કરવામાં આવ્યો હોય તે સમયે કંપનીના કામકાજ માટે કંપનીનો ચાજૅ ધરાવનાર અને તેને જવાબદાર દરેક વ્યકિત તેમજ કંપનીસદરહુ ઉલ્લંઘન માટે દોષિત ગણાશે અને તે અનુસાર તેની સામે કામ ચલાવી શકાશે અને તે શિક્ષાને પાત્ર થશે
પરંતુ કોઇ વ્યકિત એમ પુરવાર કરે કે તે ગુનો તેની જાણ બહાર કરવામાં આવ્યો હતો અથવા આવો ગુન્હો થતો અટકાવવા તેણે તમામ જરૂરી ખંત દાખવેલ હતી તો તે આ પેટાકલમમાંના કોઇ મજકુરથી આ અધિનિયમમાં જોગવાઇ કરેલી કોઇ શિક્ષાને પાત્ર થશે નહિ.
(૨) પેટા કલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતા આ અધિનિયમ મુજબનો કોઇ ગુન્હો કંપનીએ કર્યો હોય અને એમ પુરવાર થાય કે ગુન્હો કંપનીના કોઇ ડિરેકટર મેનેજર સેક્રેટરી કે તેના બીજા કોઇ અધિકારીની સંમતિથી અથવા તેમની મૂક સંમતિથી કરવામાં આવ્યો હતો અથવા તેમના પક્ષે થયેલ બેદરકારીને કારણે થયો છે તો તે ડિરેકટર મેનેજર સેક્રેટરી કે બીજા અધિકારી પણ તે ગુના માટે દોષિત ગણાશે અને તેની સામે કામ ચલાવી શકાશે અને તે અનુસાર શિક્ષા કરવામાં આવશે
સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે (ક) કંપની એટલે કોઇ સંસ્થાપિત મંડળી અને તેમા પેઢી કે વ્યકિતઓના બીજા એસોસિયેશનનો સમાવેશ થાય છે અને
(ખ) પેઢીના સબંધમાં ડિરેકટર એટલે પેઢીનો ભાગીદાર
Copyright©2023 - HelpLaw