
કિશોરો દ્રારા ગુન્હાઓ
(૧)જયારે આ અધિનિયમ હેઠળનો ગુનો કિશોર દ્વારા થયેલ હોય ત્યારે આવા કિશોરના વાલી અથવા મોટર વાહનના માલિકને થયેલ ઉલ્લંઘન માટેના ગુનેગાર હોવાનું માની લેવાશે અને તેની વિરૂધ્ધ તેવી કાર્યવાહીને પાત્ર રહેશે અને તેને તદઅનુસારની શિક્ષા કરાશે.
જોગવાઇ કરવામાં આવેલ છે કે આ પેટા કલમમાંનુ કશું પણ એવા વાલી અથવા માલિકને આ અધિનિયમ હેઠળની શિક્ષા માટે જવાબદાર ઠરાવશે નહિ જો તે એવું સાબિત કરે કે થયેલ ગુનો તેની જાણકારી વગર થયેલ હતો અને એવો ગુનો થતો અટકાવવા માટે તેણે બધી જ યોગ્ય કાળજી લીધેલ હતી.
સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુઓ માટે કોર્ટ એવું માની લેશે કે કિશોર દ્વારા મોટર વાહનન કરવામાં આવેલ ઉપયોગ તેવા કિશોરના વાલી અથવા મોટર વાહનના માલિકની યથાપ્રસંગપરવાનગીથી કરવામાં આવેલ હતો.
(૨)પેટા કલમ (૧)માં ઠરાવેલા દંડથી વધારામાં આવા વાલી અથવા માલિક ત્રણ વષૅ સુધી વધી શકે તેવી કેદ અને પચ્ચીસ હજાર રૂપિયાના દંડને પાત્ર ઠરશે.
(૩)જે કિશોરને કલમ-૮ હેઠળ શિખાઉ લાયસન્સ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ આપવામાં આવેલ હોય અને તેવું લાયસન્સ અવા કિશોર દ્રારા ચલાવાતા વાહનને ચલાવવા માટે આપવામાં આવેલ હોય તેવા કિશોરના વાલીને અથવા માલિકને પેટા કલમ
(૧) અને પેટા કલમ (૨) ની જોગવાઇઓ લાગુ પડી શકશે નહિ. (૪) જયારે આ અધિનિયમ હેઠળનો ગુનો કિશોર દ્રરા કરાવામાં આવેલ હોય ત્યારે આવા ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ મોટર વાહનનું રજીસ્ટ્રેશન ૧૨ માસ માટે રદ કરાશે.
(૫)જયારે આ અધિનિયમ હેઠળનો ગુનો કિશોરે કરેલો હોય ત્યારે કલમ-૪ અથવા કલમ ૭માં કશું પણ આપેલુ હોય તેને ધ્યાને લીધા વગર આવો કિશોરને કલમ-૯ હેઠળ ડ્રાઇવીંગ લાયસન્સ અથવા કલમ-૮ હેઠળનું શિખાઉ લાયસન્સ અથવા કલમ-૮ હેઠળનું શિખાઉ લાયસન્સ તેવો કિશોર તે પચ્ચીસ વર્ષની વયે પહોંચે ત્યાં સુધી આપી શકાશે નહિ.
(૬) જયારે આ અધિનિયમ હેઠળનો ગુનો કિશોરે કરેલો હોય ત્યારે આવો કિશોરને અધિનિયમયી જોગવાઇ કરાવેલ દંડની શિક્ષા તે કિશોર ન્યાય અધિનિયમ ૨૦ળમાં સુધારા કરાયેલ જોગવાઇઓ અનુસારની કસ્ટોડિયલ કેદમાં હોય તે દરમિયાન ફરમાવી શકાશે.
(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૯-એ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw