અમુક ગુનાઓની માંડવાડ
(૧)કલમ ૧૭૭ કલમ ૧૭૮ કલમ ૧૭૯ કલમ ૧૮૦ કલમ ૧૮૧ કલમ ૧૮૨ કલમ ૧૮૨-એની પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૩) અથવા પેટા કલમ (૪) કલમ ૧૮૨-બી કલમ ૧૮૩ની પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) કલમ ૧૮૪ હાથમાં ધરાવવાના સંદેશાવ્યવહારના સાધન (જેવા કે મોબાઇલ ફીન) સુધીના અંશે કલમ ૧૮૬ (ક્લમ ૧૮૯ કલમ ૧૯૦ની પેટા કલમ-૨ કલમ ૧૯૨ કલમ ૧૯૨-એ કલમ ૧૯૪ કલમ ૧૯૪-એ થી કલમ ૧૯૪-એફ કલમ ૧૯૬ અથવા કલમ ૧૯૮ હેઠળ શિક્ષાપાત્ર આ અધિનિયમના આરંભ પહેલા કે પછી કરેલ હોય તેવો કોઇ ગુનો ફરિયાદ માંડયા પહેલા કે પછી રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને આ અથૅ નિદિષ્ટ કરે તેવા અધિકારી અથવા સતાધિકારી અને તેટલી રકમ માટે માંડી વાળી શકાશે જોગવાઇ કરવામાં આવે છે કે રાજય સરકાર આવી રકમના વધારામાં ગેનગારને કરાવે તેવા સમયગાળા માટે સામુદાયિક સેવા કરવાનું ઠરાવી શકશે. (૨) પેટા કલમ (૧) હેઠળ કોઇ ગુનાની માંડવાળ કરવામાં આવી હોય ત્યારે ગુનેગાર જો કસ્ટડીમાં હોય તો તેને છોડી મૂકવો જોઇશે અને આવા ગુનાના સબંધમાં તેની સામે વધુ કાયૅવાહી હાથ ધરી શકાશે નહિ.
જોગવાઇ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરવામાં આવેલ સમાધાનને ધ્યાને લીધા વગર આવા ગુનાને ત્યાર પછી કરવામાં આવેલ સમાનગુનાના સમયે તેવો ગુનો અગાઉ કરવામાં આવેલ છે કે તે નિયત કરવાના હેતુ માટે ધ્યાને લઇ શકાશે.
વધુમાં જોગવાઇ કરવામાં આવે છે કે ગુના કરવામાં આવેલ સમાધાનથી ગુનેગાર કલમ-૨૦૬ની પેટા કલમ (૪) હેઠળની કાયૅવાહીઓ માટેની જવાબદારી અથવા ડ્રાયવર રીફ્રેશર તાલીમ કોર્ષ પુર્ણ કરવાની અથવા સામુદાયિક સેવા પુણૅ કરવાની જો લાગુ પડતી હોય તેવી જવાબદારીઓમાંથી મુકત થતો નથી. (( નોધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ -૨૦૦ ની પેટા કલમ (૧) અને પેટા ક્લેમ (૨) પછી જોગવાઇ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))
Copyright©2023 - HelpLaw