
મુકતપણે જતા ટ્રાફીકમાં અવરોધ કરવા માટે શિક્ષા.
(૧) જે કોઇ વ્યકિત મુકતપણ જતા ટ્રાફિકને અવરોધ થાય તે રીતે કોઇપણ જાહેર જગામાં ભંગાર વાહન રાખે તે જેટલો સમય તે પરિસ્થિતિમાં પડી રહે ત્યાં સુધી કલાક દીઠ (( પાંચસો રૂપિયાના )) દરે દંડને પાત્ર થશે
પરંતુ અકસ્માતમાં સડોવાયેલ વાહન કાયદા હેઠળ તપાસની અનૌપચારિકતા પૂરી કયાના સમયથી જ દંડને પાત્ર થશે.
વધુમાં એવુ ઠરાવવામાં આવે છે કે જયારે (( કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારે અધિકૃત કરેલી એજન્સી) આ વાહન ખસેડે તો તે માટેનો ડ્રોઇંગ ખચૅ વાહનના માલિક અગર તો વાહનનો કબ્જો ધરાવતી વ્યકિત પાસેથી વસૂલાત કરાશે
(૨) ઉપર કલમમાં જણાવ્યા મુજબની પેનલ્ટી અથવા (ખસેડવાના ચાસ) આ કલમમાં જણાવ્યા મુજબ રાજય સરકાર નકકી કરે તેવા સતાધિકારીઓ તથા સતામંડળ કે જે રાજય સરકાર દ્રારા ગેઝેટ પ્રસિધ્ધ થયેલ હોય તેઓ વસૂલ કરી શકાશે
(૩) પેટા કલમ (૧)ની જોગવાઇઓ અનઅપેક્ષિત બ્રેકડાઉન થયેલા વાહનને ખસેડવાની કામગીરી માટે લાગુ પડશે નહિ.
સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુઓ માટે ખસેડવાના ચારીસ માં એક સ્થળ પરથી બીજા સ્થળ પર મોટર વાહનને ખસેડવાના થવા માટેના તમામ ખચૅ જેમા સબંધિત વાહનને ટોઇંગ કરીને લઇ જવાના અને સંગ્રહ કરીને રાખવા માટેના તમામ ખચૅ સમાવિષ્ટ રહેશે.))
(( નોંધ:- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૨૦૧ની પેટા કલમ (૧)માં પચાસ ની જગ્યાએ પાંચસો અને પેટા કલમ (૩) અને સ્પષ્ટીકરણ મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw