
વોરન્ટ વગર પકડવાની સતા.
(૧) પોતાના દેખતા કલમ ૧૮૪ કે કલમ ૧૮૫ કે કલમ ૧૯૭ હેઠળ શિક્ષાને પાત્ર ગુન્હો કરનાર વ્યકિતને ગણવેશ પહેરેલો પોલીસ અધિકારી વોરન્ટ વિના પકડી શકશે
પરંતુ કલમ ૧૮૫ હેઠળ શિક્ષપાત્ર કોઇ ગુના માટે એ રીતે પકડાયેલ આરોપીની તેની ધરપકડની બે કલાકની અંદર રજીસ્ટર થયેલ તબીબી વ્યવસાયી પાસે કલમો ૨૦૩ અને ૨૦૪ માં ઉલ્લેખેલ તબીબી તપાસ કરાવવી જોઇશે અથવા ત્યાર પછી તેને કસ્ટડીમાંથી મુકત કરવો જોઇશે.
(૨) આ કલમના હેતુ માટે ગુનો કરેલ કોઇપણ વ્યકિત કે જે પોતાનુ નામ સરનામુ આપવાનો ઇન્કાર કરે તેનો ગણવેશધારી પોલીસ અધિકારી વિના વોરન્ટે ધરપકડ કરી શકશે.
(૩) કોઇ મોટર વાહનના ડ્રાઇવરને વોરન્ટ વિના પકડનાર પોલીસ અધિકારીએ સંજોગો મુજબ તેમ કરવું જરૂરી હોય તો તે વાહનની હંગામી વ્યવસ્થા કરવા તેને યોગ્ય લાગે તેવા કોઇ પગલા લેવા અથવા લેવડાવવાં જોઇશે.
Copyright©2023 - HelpLaw