શ્વાસ- કસોટી. - કલમ:૨૦૩

શ્વાસ- કસોટી.

(૧) ગણવેશધારી પોલીસ અધિકારી જાહેર જગામાં મોટર વાહન ચલાવતી અથવા ચલાવવાનો પ્રયત્ન કરતી કોઇપણ વ્યકિતને જો પોલીસ અધિકારીને કલમ ૧૮૫ હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યું ! હોવાની વાજબી શંકા ગઇ હોય તો એવો પ્રબંધ કરવામાં આવે છે કે આવો ગુન્હો બન્યા પછી તુરત જ શ્ર્વાસ પરીક્ષાની જરૂરિયાત જણાય તો તુરત જ આવી શ્ર્વાસ પરીક્ષા કરવા જણાવવુ જોઇએ. પરંતુ આવો ગુન્હો થાય પછી વાજબી રીતે વ્યવહાર હોય તેટલે સુધી શ્ર્વાસ-કસોટી કરવાની જરૂર હોય તે સિવાય તેમ કરવાની જરૂર નથી. (૨) જાહેર જગામાં મોટર વાહનને અકસ્માત કર્યું હોય અને ગણવેશધારી પોલીસ અધિકારીને એવી શંકાનુ વાજબી કારણ હોય કે અકસ્માત વખતે મોટર વાહન ચલાવતી વ્યકિતના લોહીમાં આલ્કોહોલ છે અથવા કલમ ૧૮૫માં ઉલ્લેખેલ નશાકારક પીણા અથવા પદાર્થોની અસર હેઠળ તે વાહન ચલાવી રહયો છે જો તે એવી રીતે મોટર વાહન ચલાવતી વ્યકિતને નીચેના સ્થળોએ શ્ર્વાસ આપવાનુ ફરમાવી શકશે.

(એ) જો તે અંદરના દદી તરીકે હોસ્પિટલમાં હોય તે કિસ્સામાં હોસ્પિટલમાં

(બી) બીજી કોઇપણ વ્યકિતની બાબતમાં જયાં જરૂર હોય તે સ્થળે અથવા તેની નજીક અથવા પોલીસ

અધિકારી યોગ્ય ગણે તો પોલીસ અધિકારી નિર્દિષ્ટ કરે તે પોલીસ સ્ટેશનમાં પરંતુ કોઇ વ્યકિત અંદરના દદી તરીકે હોસ્પિટલમાં હોય તે દરમ્યાન તેના કેસના તરતના ઇન્ચાર્જ રજીસ્ટર થયેલ તબીબી સમક્ષ પ્રથમ જરૂરિયાતની દરખાસ્ત જાહેર ન કરી હોય અથવા એવા કારણે નમૂનો આપવાનો વાંધો લીધો હોય કે તેવી જોગવાઇ અથવા જરૂરિયાત દર્દી ની યોગ્ય સારવાર અથવા સંભાળને પ્રતિકૂળ અસર થશે તો તેને તેવો નમૂના આપવાની ફરજ પાડી શકાશે નહિ. (૩) ગણવેશધારી પોલીસ અધિકારીને પેટાકલમ (૧) અથવા પેટાકલમ (૨) હેઠળ કોઇ વ્યકિત અંગે તેણે કરેલ શ્ર્વાસ કસોટીના પરિણામે એવું જણાય છે કે જે સાધનો દ્રારા કસોટી કરવામાં આવી હોય તે યોજના તે વ્યકિતના લોહીમાં આલ્કોહોલ રહેલો બતાવે છે તો પોલીસ અધિકારી તે વ્યકિતની અંદરના દદી તરીકે હોસ્પિટલમાં હોય તે સિવાય વિના વોરન્ટ પકડી શકશે.

(૪) શ્વાસ-કસોટી માટે શ્રવાસનો નમૂનો આપવા માટે પેટાકલમ (૧) અથવા પેટાકલમ (૨) હેઠળ પોલીસ અધિકારીએ ફરમાવેલ વ્યકિત તેમ કરવાનીના પાડે અથવા ન કરે અને પોલીસ અધિકારીને તેના લોહીમાં આલ્કોહોલ હોવાને વાજબી કારણ હોવાની શંકા હોય તો પોલીસ અધિકારી તે વ્યકિત અંદરના દદી તરીકે હોસ્પિટલમાં હોય તે સિવાય વગર વોરન્ટે પકડી શકશે.

(૫) આ કલમ હેઠળ ધરપકડ કરેલ વ્યકિતને જયારે પોલીસ સ્ટેશનમાં હોય તે દરમ્યાન ત્યાં શ્ર્વાસ-કસોટી માટે શ્ર્વાસનો નમૂનો આપવાની તક આપવી જોઇશે.

(૬) આ કલમની જોગવાઇઓ અનુસાર કરેલ શ્ર્વાસ કસોટીના પરિણામે પુરાવામાં ગ્રાહય ગણાશે સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુઓ માટે શ્ર્વાસ-કસોટી એટલે કેન્દ્ર સરકારે રાજપત્રમાં જાહેરનામા દ્રારા આવી કસોટીના હેતુ માટે માન્ય કરેલ યોજનાના સાધનો દ્રારા વ્યકિતના એક કે વધુ શ્ર્વાસના નમૂનામાં તે વ્યકિતના લોહીમાં આલ્કોહોલ હોવાના લક્ષણો મેળવવાના હેતુ માટેની કસોટી.