
પોલીસ અધિકારીની દસ્તાવેજ કબજે લેવાની સત્તા.
(૧) કોઇ પોલીસ અધિકારીને અથવા રાજય સરકારે આ અથૅ અધિકાર આપેલ કોઇ અન્ય વ્યકિતને એમ માનવાને કારણ હોય કે કોઇ મોટર વાહન ઉપર રાખેલ ઓળખનુ ચિન્હ અથવા કોઇ મોટર વાહનના ડ્રાઇવરે અથવા તે વાહન જેના ચાર્જમાં હોય તે વ્યકિતએ કોઇ રજૂ કરેલ લાઇસન્સ પરમીટ નોંધીનુ પરમાણપત્ર વીમાનુ પ્રમાણપત્ર કે બીજો કોઇ દસ્તાવેજ ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૪૬૪ ના અથૅ મુજબ ખોટો દસ્તાવેજ છે તો તે પોલિસ અધિકારી કે અન્ય વ્યકિત તે ચિન્હ કે દસ્તાવેજ કબ્જે લઇ શકશે અને તે વાહનના ડ્રાઇવર કે માલિકને એવો દસ્તાવેજ તેના કબ્જામાં અથવા એવુ ચિન્હ વાહનમાં હોવા માટેના કારણો જણાવવાની ફરજ પાડી શકાશે.
(૨) કોઇ પોલીસ અધિકારીને અથવા રાજય સરકાર આ અથૅ અધિકાર આપેલ કોઇ અન્ય વ્યકિતને એમ માનવાને કારણ હોય કે આમ અધિનિયમ હેઠળના કોઇ ગુનાનો તહોમતદાર મોટર વાહન ડ્રાઇવર નાસી જશે અથવા બીજી રીતે પોતાના સમન્સ બજાવવા નહિ દે તો એવા ડ્રાઇવરનુ લાઇસન્સ કબ્જે લઇ તે ગુનાની વિચારણા કરનાર કોર્ટને તે લાઇસન્સ મોકલી આપી શકશે અને સદરહુ કોર્ટે પોતાની સમક્ષ આવો ડ્રાઇવર પ્રથમ વાર હાજર થાય ત્યારે પેટાકલમ (૩) હેઠળ અપાયેલ કામચલાઉ પહોંચ પાછી લઇને તેને બદલે તે લાઇસન્સ તેને પાછુ સોંપવુ જોઇશે.
(૩) પેટાકલમ (૨) હેઠળ લાઇસન્સ કબ્જે લેનાર પોલીસ અધિકારી કે અન્ય વ્યકિતએ લાઇસન્સ પાછુ સોંપનાર વ્યકિતને તેની કામચલાઉ પહોંચ આપવી જોઇશે અને તે લાઇસન્સ તેને પાછુ આપવામાં આવે તે સમય અથવા પહોંચમાં પોલીસ અધિકારી કે અન્ય વ્યકિતએ નિર્દિષ્ટ કરેલી તારીખ એ બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી આવી પહોંચથી તેને વાહન ચલાવવાનો અધિકાર મળશે પરંતુ પોતાને કરેલી અરજી ઉપરથી મેજીસ્ટ્રેટ પોલીસ અધિકારી અથવા આ અથૅ રાજય સરકારે અધિકૃત કરેલ અન્ય વ્યકિતને ખાતરી થાય કે લાઇસન્સ ધરાવનાર જવાબદાર ન હોય તેવા કોઇ કારણસર પહોંચમાં નિર્દિષ્ટ તારીખ પહેલા તેને લાઇસન્સ પાછુ સોંપી શકાય તેમ નથી અથવા સોંપાયેલ નથી તો યથાપ્રસંગ મેજીસ્ટ્રેટ પોલીસ અધિકારી કે અન્ય વ્યકિત પહોંચમાં નિર્દિષ્ટ કરવામાં આવે તે તારીખ સુધીનુ વાહન ચલાવવા માટેના અધિકારની મુદત લંબાવી શકશે. (( (૪) પોલીસ અધિકારી અથવા રાજય સરકારે આ માટે અધિકૃત કરેલ હોય તેવી અન્ય વ્યકિત પાસે જો એવું માનવાને કારણ હોય કે મોટર વાહનના ડ્રાઇવરે કલમો ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૯ ૧૯૦ ૧૯૪-સી ૧૯૪-ડી અથવા ૧૯૪-ઇ પૈકીની કોઇપણ કલમો હેઠળ ગુનો કરેલ છે તો તે આવા ડ્રાઇવર ધરાવતા ડ્રાઇવીંગ લાયસન્સને જપ્ત કરીને કલમ ૧૯ હેઠળ તેને ગેરલાયક ઠરાવવાથી અથવા રદ કરવા માટેની કાયૅવાહી કરવા લાયસન્સ આપનારી સતાને મોકલી આપશે.જોગવાઇ કરવામાં આવે છે કે આ રીતે લાયસન્સ જપ્ત કરનાર વ્યકિત આ રીતે લાયસન્સ સોંપવામાં આવે છે તે માટેની કામચલાઉ પાવતી આપશે પરંતુ આવી કામચલાઉ પાવતી તેના ધારકને તેનું ડ્રાઇવીંગ લાયસન્સ પરત કરાય ત્યાં સુધી વાહન ચલાવવા માટે અધિકૃતતા આપશે નહિ. (( નોંધ:- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૨૦૬માં પેટા કલમ (૪) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))
Copyright©2023 - HelpLaw