નોંધણીના પ્રમાણપત્ર અથવા પરમીટ વિના વપરાતા વાહનોને અટકમાં લેવાની સત્તા. - કલમ:૨૦૭

નોંધણીના પ્રમાણપત્ર અથવા પરમીટ વિના વપરાતા વાહનોને અટકમાં લેવાની સત્તા.

(૧) કોઇ પોલીસ અધિકારી અથવા રાજય સરકારે આ અથૅ અધિકૃત કરેલ કોઇ અન્ય વ્યકિતને માનવાને કારણ હોય કે મોટર વાહન ક્લમ ૩ અથવા કલમ ૪ અથવા કલમ ૩૯ની જોગવાઇઓનુ ઉલ્લંઘન કરીને અથવા કલમ ૬૬ની પેટાકલમ (૧) મુજબ જરૂરી પરમીટ વિના અથવા તે વાહન વાપરવા માટેના રૂટ કે વિસ્તાર કે હેતુને લગતી પરમીટની કોઇ શરતનું ઉલ્લંઘન કરીને વાપરવામાં આવ્યું છે અથવા આવી રહયુ છે તો તે પોલીસ અધિકારી કે અનય વ્યકિત તે વાહન કબ્જે લઇ અટકમાં રાખી શકશે અને તે હેતુ માટે વાહનની કામચલાઉ સલામત કસ્ટડી માટે પોતાને યોગ્ય લાગે તે પગલા તે લઇ શકશે અથવા લેવડાવી શકશે.

પરંતુ એવા કોઇ પોલીસ અધિકારી કે વ્યકિતને એમ માનવાને કારણ હોય કે મોટર વાહન કલમ ૩ અથવા કલમ ૪નું ઉલ્લંઘન કરીને અથવા કલમ ૬૬ની પેટાકલમ ૧ મુજબ જરૂરી પરમીટ વિના વાપરવામાં આવ્યું છે અથવા આવી રહયુ છે ત્યારે આવા કોઇ અધિકારી કે વ્યકિત વાહન કબજે લેવાને બદલે વાહનનું નોંધણીનુ પ્રમાણપત્ર કબ્જે લઇ શકશે અને તેના સબંધમાં તેણે પોંચ આપવી જોઇશે.

(૨) પેટા કલમ (૧) હેઠળ કોઇ મોટર વાહન કબ્જે લીધુ હોય અને અટકાવી રાખ્યુ હોય ત્યારે મોટર વાહનના માલિક અથવા તેનો ચાજૅ ધરાવતી વ્યકિત વાહન વ્યવહાર સતાધિકારીને અથવા રાજ્ય સરકાર આ અથૅ અધિકૃત કરે તેવા અધિકારીને વાહન છૂટું કરવા માટેના સબંધિત દસ્તાવેજો સાથે અરજી કરી શકશે અને આવા સતામંડળ અથવા અધિકારી આવા દસ્તાવેજોની ખરાઇ કર્યં । પછી હુકમ કરીને સતાધિકારી અથવા અધિકારી મૂકવી યોગ્ય ગણે તેવી શરતોને આધીન રહીને વાહન છૂટું કરી શકશે.