
કેસોનો સંક્ષિપ્ત રીતે નિકાલ કરવા બાબત.
(૧) આ અધિનિયમ હેઠળના (કેન્દ્ર સરકાર નિયમો કરીને આ અથૅ નિર્દિષ્ટ કરે તેવા ગુન્હા સિવાયના) કોઇ ગુન્હાની વિચારણા કરનાર કોર્ટ (ર) આ અધિનિયમ વ્હેઠળ કોઇ ગુનો કેદની શિક્ષાને પાત્ર હોય તો પોતાની વિવેકબુધ્ધિ પ્રમાણે અને
(૩) બીજા કોઇપણ કેસમાં અવશ્ય આરોપી વ્યકિત ઉપર બજાવવાના સમન્સમાં નીચે પ્રમાણ જણાવશે.
(ક) તે જાતે નહિ પણ વકીલ મારફત હાજર થઇ શકશે અથવા
(ખ) તહોમતનામાની સુનાવણી થાય તે અગાઉ નિર્દિષ્ટ તારીખ સુધીમાં રજીસ્ટર્ડે
ટપાલથી પોતાનો ગુનો કબૂલ કરીને કોટૅ નિર્દિષ્ટ કરે તેવી (ગુના માટે થઇ શકકતા વધુમાં વધુ દંડ કરતા વધુ ન હોય તેટલી) રકમ કોટૅને મોકલી આપી શકશે અને મનીઓડૅર કુપનમાં ગુનો કબૂલાવ્યાનું જણાવવું જોઇશે પરંતુ કોર્ટે પેટાલમ (૨)માં ઉલ્લેખેલ ગુનાપૈકી કોઇ ગુનાની બાબતમાં સમન્સમાં એવુ જણાવવુ જોઇશે કે આરોપી વ્યકિત જો તે ગુનો કબૂલ કરવા માંગતો હોય તો ખંડ
(બી)માં નિર્દિષ્ટ કરેલી રીને એવી રીતે કબૂલ કરી શકશે અને આવી કબૂલાતવાળા પત્રનીસાથે કોટૅને પોતાનુ લાઇસન્સ મોકલી આપવુ જોઇશે
(ર) પેટા કલમ (૧) અનુસાર કાર્યવાહી કરેલ ગુન્હો આ પેટાકલમના હેતુઓ માટે નિયો કરીને કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલ ગુન્હો હોય તો તે આરોપીએ જો તે પોતાનો ગુનો કબૂલ કરે તો તેના ડ્રાઇવીંગ લાઇસન્સ ઉપર ગુના સાબિતીનો શેરો કરી શકાય તે માટે તેની ગુનાની કબૂલાતના પત્ર સાથે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ કોર્ટને મોકલવું જોવાશે.
(૩) આરોપી ગુનો કબૂલ કરીને નિર્દિષ્ટ રકમ મોકલી આપે અને પેટા કલમ (૧) અથવા યથાપ્રસંગ પેટાકલમ (૧) અને (૨)ની જોગાવઇઓનુ પાલન કરે તો તે ગુના માટે તેની વિરૂધ્ધ કોઈ કાર્યવાહી ચલાવી શકાશે નહિ તેમજ આ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તે છતા તેણે ગુનો કબૂલ કયૅ હોવાના કારણે તે લાઇસન્સ ધરાવવા કે મેળવવા ગેરલાયક ઠરાવવા પાત્ર થશે નહિ.
Copyright©2023 - HelpLaw