
દોષિત ઠરાવવા ઉપર નિયંત્રણ.
કલમ ૧૮૩ કે કલમ ૧૮૪ હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે જેના ઉપર ફોજદારી કામ ચલાવવામાં આવ્યુ હોય તે નીચેની કાયૅવાહી થયા સિવાય દોષિત ઠરાવી શકાશે નહિ.
(એ) ગુનો કરવામાં આવ્યો હોય તે સમયે તેના ઉપર ફોજદારી કામ ચલાવવાનુ વિચારવાનુ વિચારવામાં આવશે એવી તે વ્યકિતને ચેતવણી આપવામાં આવી હોય અથવા
(બી) તે ગુનો કયૅ ના ચૌદ દિવસની અંદર તે ગુનાનો પ્રકાર અને જે વખતે અને જે જગ્યાએ તે ગુનો કયાનો આક્ષેપ હોય તે સમય અને તે જગ્યા નિર્દિષ્ટ કરતી નોટીશ તે વ્યકિત ઉપર અથવા ગુનો થતી વખતના તે મોટર વાહનના માલિક તરીકે નોંધાયેલ વ્યકિત ઉપર બજાવવામાં આવી હોય અથવા રજીસ્ટડૅ ટપાલથી મોકલવામાં આવી હોય અથવા
(સી) જો ગુનો કર્યંના અઠ્ઠાવીસ દિવસની અંદર તે ગુના બાબતનો સમન્સ તેના ઉપર બજાવવામાં આવ્યો હોય પરંતુ કોટૅને નીચે પ્રમાણે ખાતરી થાય તે કિસ્સામાં આ કલમનો કોઇ મજકૂર લાગુ પડશે નહિ.
(એ) આરોપીના નામ તથા સરનામું તેમજ તે વાહનના નોંધાયેલ માલિકના નામ તથા સરનામું વાજબી ખંત દાખવ્યા છતા સમયસર મેળવી શકાયાન હોત એ હકીકતને કારણે આ પેટા કલમ માં ઉલ્લેખેલી નોટીશ કે સમન્સ બજાવાયેલ ન હતો અથવા
(બી) આરોપીના વતૅનને લઇને બજવણી થઇ ન હતી.
Copyright©2023 - HelpLaw