દોષિત યૅ માહિતી કોટૅ મોકલવા બાબત. - કલમ:૨૧૦

દોષિત યૅ માહિતી કોટૅ મોકલવા બાબત.

ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનારને આ અધિનિયમ હેઠળના ગુના માટે અથવા ગુનો કરવામાં મોટર વાહન વાપરવામાં આવ્યુ હોય તે કોઇ ગુના માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવનાર કોટૅ નીચેનાને તે માહિતી મોકલવી જોઇશે

(એ) ડરાઇવીંગ લાઇસનસ કાઢી આપનાર લાઇસન્સ અધિકારીને અને (બી) લાઇસન્સ છેલ્લે તાજુ કરી આપ્યુ હોય તે લાઇસન્સ અધિકારીને અને આવી દરેક માહિતીમાં લાઇસન્સ ધરાવનારના નામ તથા સરનામુ લાઇસન્સ નંબર લાઇસન્સ કાઢી આપ્યાની તથા તાજું કરી આપ્યાની તારીખ ગુનાનો પ્રકાર તે માટે કરેલી શિક્ષા અને ઠરાવાવમાં આવે તે બીજી વિગતો જણાવવી જોઇશે.