દંડની રકમમાં વધારો કરવાની રાજય સરકારની સતાઓ - કલમ:૨૧૦(એ)

દંડની રકમમાં વધારો કરવાની રાજય સરકારની સતાઓ

કેન્દ્ર સરકારે કરેલી શરતોને આધીન રાજય સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને એકથી ઓછો નહિ અને દસથી વધારે નહિ તેવા ગુણકને આ અધિનિયમ હેઠળના દરેક દંડને લાગુ પાડી શકશે અને આવી રીતે સુધારાયેલ દંડ આવા રાજયમાં અમલી રહેશે અને રાજય સરકારે આ કલમના હેતુઓ માટે વર્ગીકૃત કરેલા મોટર વાહનના વિવિધ વગૅ માટે વિવિધ ગુણકો લાગુ પડાશે.

((નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૨૧૦-એનો ઉમેરવામાં આવેલ છે. તા-૦૯/૦૮/૨૦૧૯))