
ફી વસૂલ લેવાની સતા
આ અધિનિયમમુજબ કેન્દ્ર સરકાર કે રાજય સરકારને નિયમ કરવાની સતા આપેલી હોય તે કોઇ નિયમમાં તે મતલબની કોઇ સ્પષ્ટ જોગવાઇ ન હોવા છતા અરજીઓ દસ્તાવેજોના સુધારા સર્ટિફિકેટો લાઇસનસો પરમિટો કાઢી આપવા પરીક્ષાઓ શેરા બિલ્લા પ્લેટ સામી સહી અધિકારપત્ર આંકડાઓ અથવા દસ્તાવેજો કે હુકમોની કોપીઓ આપવા તથા આ ધારા અથવા તે મુજબ કરેલા કોઇ નિયમ મુજબ અધિકારીઓ કે સતામંડળોએ એવા બજાવવાની હોય તેવા બીજા કોઇ ઉદ્દેશ કે બાબત માટે જરૂરી લાગે તેટલી ફી લેવાની જોગવાઇ કરી શકાશે જોગવાઇ કરવામાં આવી છે કે સરકારને જાહેર લાભમાં તેવું કરવું યોગ્ય લાગે તો તે સામાન્ય કે ખાસ હુકમથી કોઇ વગૅની વ્યકિતઓને આવી કોઇ ફી ભરપાઇ કરવામાંથી અંશતઃ કે પુરેપૂરી મુકિત આપી શકશે.
Copyright©2023 - HelpLaw