ઇલેકટ્રોનિક નમૂના ફોમૅ અને દસ્તાવેજોનો ઉપયોગ - કલમ:૨૧૧(એ)

ઇલેકટ્રોનિક નમૂના ફોમૅ અને દસ્તાવેજોનો ઉપયોગ

(૧) જયારે આ અધિનિયમ હેઠળ બનાવેલા નિયમો અથવા નિયમોની કોઇ જોગવાઇઓથી ઠરાવાવેલ હોય ત્યારે

(એ) કોઇ કચેરી સતાધિકારી કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારની માલિકીની અથવા તેના નિયંત્રણ હેઠળની કોઇ એકમ અથવા એજન્સીમાં

કોઇ ફોમૅ અરજી અથવા અન્ય દસ્તાવેજ ચોકકસ રીતે ભરવા માટે ઠરાવેલહોય તે રજૂ કરવા

(બી) ચોકકસ રીતે જે પણ ઓળખાતુ હોય તેવા નામો કોઇ લાયસન્સ પરમીટ મંજુરી માન્યતા અથવા શેરો કરી આપવો અથવા મંજુર કરવુ (સી) ચોકકસ રીતે નાણાંની પ્રાપ્તિ કે ચૂકવણી કરવી આવી જોગવાઇઓમાં કશું પણ આપવામાં આવેલ હોય તેમ છતા જો આ રીતે રજૂ કરવાનું કાઢી આપવાનું મંજુર કરવાનું પ્રાપ્તિ કરવાનું અથવા ચૂકવણુ કરવાનું યથા પ્રસંગે કેન્દ્ર સરકારે અથવા રાજય સરકારે જે પણ કિસ્સો હોય તેણે નિર્દિષ્ટ કરેલા હોય તેવા ઇલેકટ્રોનિક નમૂનામાં કરવામાં આવેલ હોય તો આવી આવશ્યકતા પૂણૅ થયેલ હોવાનું મનાશે.

(૨) પેટા કલમ (૧)ના હેતુઓ માટે કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર નિદિષ્ટ કરશે

(એ) આવા રજૂ કરવામાં ઇલેકટ્રોનિક ફોમૅ અને દસ્તાવેજ રજૂ અથવા ઉત્પન્ન કરવાની અથવા કાઢી આપવાની રીત અને નમૂનો અને

(બી) ખંડ (એ) હેઠળના કોઇ ઇલેકટ્રોનિક દસ્તાવેજ રજૂ અથવા ઉત્પન્ન કરવાની અથવા કાઢી આપવા માટેની ફી ભરવાની રીત અને કાયૅરીતિ (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૨૧૧-એ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))