
નિયમોની જાહેરાત કરવી અને તેનો અમલ શરૂ કરવો
(૧)નિયમો ઘડવાની આ અધિનિયમની અપાયેલ દરેક સતા ને નિયમો અગાઉથી પ્રસિધ્ધિ પછી કરવાની શરતને આધીન છે. (૨) આ અધિનિયમ મુજબ કરેલા તમામ નિયમો રાજપત્રમાં જાહેર કરવા જોઇશે અનેપછીની કોઇ તારીખ નકકી કરવામાં આવી હોય તે સિવાય એ રીતે જાહેર કરવામાં આવેતે તારીખથી તે અમલમાં આવશે.
(૩)રાજય સરકારે કરેલા બધા જ નિયમો કરવામાં આવ્યા પછી બનતી ત્વરાએ રાજય
વિધાનમંડળ સમક્ષ મૂકવાના છે. (૪)આ અધિનિયમ મુજબ કેન્દ્ર સરકારે કરેલા નિયમને કલમ-૩૫ની પેટા કલમ (૧) અને કલમ ૧૬૩ની પેટા કલમ (૧) મુજબ કેન્દ્ર સરકારે કરેલી બધી જ યોજના અને જ કલમ-૪૧ ની પેટા કલમ (૪) કલમ-૫૮ની પેટા કલમ ( કલમ ૫૯ ની પેટા કલમ (૧) કલમ ૧૧૨ ની પેટા કલમ (૧) કલમ ૧૧૮ ના પરંતુક કલમ ૧૬૩(એ) ની ઘટા કલમ (૪) કલમ ૧૬૪ કલમ ૧૭૭-એ કલમ ૨૧૩ની પેટા કલમ (૪) હેઠળ કેન્દ્ર સરકારે બહાર પાડેલ દરેક જાહેરનામાને તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ સંસદની બેઠક ચાલુ હોય ત્યારે સંસદના દરેક ગૃહ સાથે એક જ સત્રમાં અથવા લાગલગાટ બે કે તેથી વધુ સત્રમાં મળીને કુલ ત્રીસ દિવસની મુદ્દત સુધી મૂકવો જોઇશે અને ઉપર જણાવેલા મુજબના અથવા લાગલગાટ સત્રોની તરત પછી પૂરી થતી મુદત પહેલા બંને ગૃહો નિયમમાં કોઇ ફેરફાર કરવા સહમત થાય અથવા બંને ગૃહો એમ સહમત થાય કે નિયમ યોજના યથાપ્રસંગ એવા ફેરફાર કરેલા સ્વરૂપમાં જ અમલમાં રહેશે જ નહિ પણ એવા કોઇ ફેફાર થવાથી અથવા તે રદ થવાથી તે નિયમ યોજના અથવા જાહેરનામા મુજબ પહેલા કરેલા કોઇપણ કામગીરી કાયદેસરતાને અવરોધ આવશે નહિ.
(૫)રાજય સરકારે કલમ ૨૧વ-એ હેઠળ પ્રસિધ્ધ કરેલું દરેક જાહેરનામું તે પ્રસિધ્ધ કરાય ત્યાર પછી મ બને તેમ વહેલું રાજય વિધાનસભાના જો બે ગૃહોની બનેલી હોય તો તેવા બંને ગૃહો સમક્ષ અથવા જયારે આવી વિધાનસભા જો એક ગૃહ ધરાવતી હોય તો તેવા એક ગૃહ સમક્ષ જયારે તેનું સત્ર ચાલુ હોય ત્યારે કુલ ત્રીસ દિવસોના સમયગાળા માટે જે સમયગાળો એક સત્ર અથવા બે અથવા વધુ અનુગામી સત્રોનો બનેલો હોય તેવા સમયગાળા માટે ' મૂકવાનુ રહેશે અને જો તાત્કાલિક અનુગામી સત્ર અથવા ઉપરોકત અનુગામી સત્ર પછીના સત્રમાં યથાપ્રસંગ જાહેરનામામા કોઇ સુધારો કરવા માટે બંને ગૃહો સહમત થાય તો યથાપ્રસંગ તેવુ જાહેરનામું તેવા સુધારા સહિત અથવા બંને ગૃહો સહમત થાય તદ્નુસાર તેવુ જાહેરનામુ તેવા સુધારા સહિત અથવા રદ કરાય તો તેવું જાહેરનામુ તેવા પૂણૅ થતા સત્ર પછી સત્ર પછી પ્રસિધ્ધ કરી શકાશે નહિ. જાહેરનામું ત્યારપછી તેવા કરવામાં આવેલ કોઇ સુધારાની અથવા કોઇ અસર યથાપ્રસંગ ધરાવશે નહિ તેમ છતા કરવામાં આવેલ આવા કોઇ સુધારા અથવા રદ્દીકરણની કોઇ અસર આવા જાહેરનામાં પૂર્વ કરવામાં આવેલ કાંપણને પૂર્વગ્રહિત કરશે નહિ. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૨૧૨ની પેટા કલમ (૪) પછી (૫) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૯/૮/૨૦૧૯ ))
Copyright©2023 - HelpLaw