મોટર વાહનોના અધિકારીની નિમણૂંક - કલમ:૨૧૩

મોટર વાહનોના અધિકારીની નિમણૂંક

(૧) રાજય સરકાર આ અધિનિયમની જોગવાઇઓનો અમલ કરવા માટે મોટર વાહન ક્ષેત્રની સ્થાપના કરી શકશે અને પોતાને જો યોગ્ય લાગે તે વ્યકિતઓને તેના અધિકારીઓ તરીકે નિમણૂંક કરી શકશે.

(૨) આવો દરેક અધીકારી ભારતના ફોજદારી અધિનિયમના અર્થે મુજબ રાજય સેવક ગણવામાં આવશે. (૩) રાજય સરકાર મોટર વાહન વિભાગના અધિકારીઓએ તેમના કાયૅ બજવણી બાબતનું નિયમન કરવા માટે અને ખાસ કરીને અને ઉપયુકત સતાની વ્યાકતાને બાધ આવ્યા વિના તેમણે પહેરવાના યુનિફોર્મે તેઓ જેને આધારિત રહેશે તે અધિકારીઓ તેમણે બજાવવાની ફરજો (આ અધિનિયમ મુજબ પોલીસ અમલદારઓ વાપરી શકે તે સતા સહિતની) તેમણે વાપરવાની સતા અને આવી સતાનો ઉપયોગ કરવા અંગેનીશરતો ઠરાવવા માટે નિયમો કરી શકશે.

(૪) કેન્દ્ર સરકાર અધિનિયમના હેતુઓને ધ્યાનમાં રાખીને રાજયપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને અધિકારીઓ તરીકે નીમવા માટે એવા અધિકારી અથવા તેના કોઇ વગૅ જોઇએ તે ઓછામાં ઓછી લાયકાત ઠરાવી શકશે. (૫) પેટા કલમ (૩) મુજબ મોટર વાહન વિભાગના કોઇ અધિકારીને સોંપવામાં આવે તે સતા ઉપરાંત રાજયસરકાર આ અથૅ અધીકાર આપે તેવા અધિકારીને નીચેની સતા પણ રહેશે

(એ) આ અધિનિયમની અને તે મુજબ કરેલા નિયમોની જોગવાઇઓનું પાલન થઇ રહ્યું છે કે કેમ તે નકકી

કરવા પોતાને યોગ્ય લાગે તેવી ચકાસણી અને તપાસ કરવાની(બી) પોતાને યોગ્ય લાગે તેવી મદદ લઇને જે વ્યકિતએ આ અધિનિયમ મુજબનો ગુનો કર્યો છે એમમાનવાને તેને કારણ હોય તે વ્યકિત જે જગ્યાનો કબજો લઇ જાહેર હોય તે કોઇ જગ્યા અથવા જે મોટર

વાહનના સબંધમાં આવો ગુનો કરવામાં આવ્યો હોય તે મોટર વાહન જયાં રાખેલુ હોય તે સ્થળમાં દાખલ થવાની તે તપાસવાની અને તેની ઝડપી લેવાની જોગવાઇ કરવામાં અવી છે કે

(૧) રાજપત્રિત અધિકારીને હોદ્દો ધરાવનાર કોઇ અધિકારી જ વોરન્ટ વગર આવી કોઇ ઝડપી લઇ શકશે (૨) જયારે કોઇ પણ ગુનો દંડની સજા પુરતો જ હોય ત્યારે સૂર્યાસ્ત કે સૂર્યોદય પહેલા પકડી શકાશે નહિ.

(૩) જયારે વોરન્ટ સિવાય પકડે ત્યારે જે તે રાજપત્રિત અધિકારીને વોરન્ટ કેમ લીધેલ નથી તેના કારણો લખવા પડશે અને ઝડપી લે તો તરત જ પોતાના ઉપરી અધીકારીને જણવશે. (સી) આ અધિનિયમ મુજબ જયારે કોઇ વ્યકિતની જુબાની લે ત્યારે રાખેલા કોઇ રજિસ્ટર કે અન્ય કોઇ દસ્તાવેજ રજૂ કરવા ફરમાવવું અને આ અધિનિયમના ઉદ્દેશો પાર પાડવા માટે જે પોતાને યોગ્ય લાગે તો કોઇ

વ્યકિતના નિવેદનો જે તે જગ્યાએ અથવા બીજી લેવાની તેમજ(ડી) આ અધિનિયમ મુજબ જો એમ લાગે કે ગુનો કરવામાં આવેલ છે એમ માનવામાં આવે તો પોતાને યોગ્ય લાગે તેવા કોઇ રજિસ્ટર અથવા તેના કોઇ ભાગ પોતે કબજે લેવાની અથવા તો તેની કોપીઓ લઇ

લેવાની (ઇ) આ અધિનીયમ મુજબના કોઇ ગુના સંબંધી કોઇ ફરિયાદોની શરૂઆત કરવાની અને કોઇ કોટૅ સામે ગુનેગારને હાજર કરવા માટે મુચરકો લેવાની

(એફ) ઠરાવવામાં આવે તેવી અન્ય બીજી સતાઓ વાપરવાની જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમ મુજબ કોઇ વ્યકિતની આ ગુનામાં સંડોવણી થાય એવા કોઇ પ્રશ્નનો જવાબ આપવા માટે અથવા કોઇ નિવેદન આપવા માટે ફરજિયાત રીતે કહી શકાશે નહિ. (૬) ફોજદારી કામગીરી રીતિ અધિનિયમ ૧૯૭૩ ની જોગવાઇઓ તે અધિનીયમની કલમ-૯૪ મુજબ કાઢેલા કોઇ વોરન્ટના અધિકારી મુજબ કોઇ ઝડતી કે કબજે લેવાને લાગુ પડે છે તેમ શકય હોય તેટલે અંશે આ કલમ મુજબની કોઇ જડતી કે કબજે લેવાનું લાગુ પડશે.