મૂળ અધિકારીએ કરેલા હુકમો ઉપર અપીલ અને ફેરતપાસની અરજી - કલમ:૨૧૪

મૂળ અધિકારીએ કરેલા હુકમો ઉપર અપીલ અને ફેરતપાસની અરજી

(૧) આ અધિનિયમ મુજબ મૂળ અધિકારીએ કરેલા કોઇ હુકમ ઉપર અપીલ કરવામાં આવેલ હોય અથવા ફેર તપાસ માટેની અરજીથી મૂળ અધિકારીએ કરેલો હુકમ સ્થગિત રદ થશે નહિ અને અપીલ કે ફેર તપાસ માટેના ઠરાવેલા અધિકારી બીજી રીતે હુકમ કરે તે સિવાય યથાપ્રસંગ સદરહુ અપીલ કે ફેરતપાસ માટેની અરજીનો નિકાલ થતા સુધી આવો અમલમાં રહેશે હુકમ

(૨) પેટા કલમ (૧) માં ગમે તે મજકુર હોય તે છતા કોઇ વ્યકિતએ પરમિટ રિન્યુ કરવા માટેની કરેલી અરજી મૂળ અધિકારીએ નામંજૂર કરી હોય અને તે વ્યકિતએ આવી નામંજૂરી સામે આ ધારા મુજબ અપીલ દાખલ કરેલ હોય અથવા ફેર તપાસ માટેની અરજી કરેલ હોય તો યથાપ્રસંગ અપીલ અધિકારી કે ફેરતપાસ કરનાર અધીકારી હુકમ કરીને આદેશ આપી શકશે કે પરમિટ તેમા દશૅાવેલ સમય મયૅાદા પૂરી થઇ હોવા છતા અપીલ કે ફેરતપાસ માટેની અરજીનો નિણૅય ન આવે ત્યાં સુધી કાયદેસર રીતે ચાલુ રહેશે.

(૩) કામગીરીમાંની કોઇ ભૂલ થઇ હોય કામગીરી લોપ કે નિયમસરતોને કારણે આ ધારા મુબ યોગ્ય અધિકારીએ કરેલો કોઇ હુકમ અપીલ કે ફેરતપાસમાં ફેરવી નાખી અથવા તેમા ફેરફાર કરી શકાશે નહિ સિવાય કે તે અપીલ કે ફેર તપાસ માટેના નિમણૂંક કરેલા એપેલેટ અધિકારી અથવા અધિકારીને એવું જણાય કે આવી ભૂલ કામગીરી લોપ અથવા અધિનિયમિતસરતાથી ખરેખર ન્યાય નિષ્ફળ ગયો છે.