માગૅ સલામતી કાઉન્સિલ અને કમિટિઓ - કલમ:૨૧૫

માગૅ સલામતી કાઉન્સિલ અને કમિટિઓ

(૧) કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામું બહાર પાડીને દેશ માટે એક અધ્યક્ષ અને તે માટે સરકાર જરૂરી લાગે તેટલા બીજા સભ્યોવાળી એક રાષ્ટ્રીય માર્ગ સલામતી કાઉન્સિલની તે સરકાર નકકી કરે તેવી બોલીઓ અને શરતોએ રચના કરી શકશે.

(૨) રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામું બહાર પાડીને રાજય માટે એક અધ્યક્ષ અને તે સરકાર યોગ્ય લાગે તેટલા બીજા સભ્યોની એક રાજય માગૅ સલામતી કાઉન્સિલની સરકાર નકકી કરે તેવી બોલીઓ અને શરતોએ રચી શકશે.

(૩) રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામુ બહાર પાડીને રાજયમાં દરેક જિલ્લા માટે એક અધ્યક્ષ અને તે સરકાર યોગ્ય લાગે તેટલા બીજા સભ્યોની એક જિલ્લા માગૅ સલામતી કમિટિની તે સરકાર નકકી કરે તેવી બોલીઓ અને શરતોએ રચી શકાશે.

(૪) આ કલમમાં ઉલ્લેખ કરેલ કાઉન્સિલો અને કમિટિઓ કેન્દ્ર સરકાર અથવા પ્રસંગ પ્રમાણે રાજય સરકાર આ ધારાના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને નિદિષ્ટ કરે તેવા માગૅ સલામતી કામગીરી ક્રમેને લગતી કામગીરી કરશે.