રાજય સરકારની નિયમો બનાવવાની સતા - કલમ:૨૧૫(ડી)

રાજય સરકારની નિયમો બનાવવાની સતા

(૧) કેન્દ્ર સરકાર કલમ ૨૧૫-સીમાં નિદિષ્ટ કરેલ બાબતો સિવાયની બાબતો અંગે આ પ્રકરણની જોગવાઇઓના અસરકારક અમલીકરણના હેતુઓ માટે નિયમો ઘડી શકશે.

(૨) પૂવૅવતી સતાઓની કાયદેસરતાને પૂવૅગ્રહ ના થાય તે રીતે તેવા નિયમો (એ) કલમ ૨૧૧-એ માં સંદભૅ કમૅ પ્રમાણે દસ્તાવેજો દાખલ કરવા માટે લાયસન્સ પરમીટ પરવાનગી મંજુરી અથવા સમથૅન તથા પહોંચ અથવા નાણાની રકમની ચૂકવણી કાઢી આપવા અથવા મંજુર કરવા માટે ઇલેકટ્રોનિક નમૂનાઓની વપરાશ તથા તેની પધ્ધતિ

(બી) મોટર વાહન વિભાગના અધિકારીઓની ફરજો અને કામગીરીઓ તેવા અધિકારીઓ દ્રારા વાપરવામાં આવતી સતાઓ (જેમા આ અધિનિયમ હેઠળ પોલીસ અધિકારીઓ દ્રારા વાપરવામાં આવતી સતાઓનો સમાવેશ થાય છે) તથા તેવી સતાઓના ઉપયોગને નિયંત્રિત કરતી શરતો તેઓ દ્રારા પહેરવાનો થતો યુનિફોમૅ કલમ ૨૧૩ની પેટા કલમ (૩)માં સંદભૅ કમૅ મુજબ કયા સતામંડળોના તાબા હેઠળ તેઓ રહેશે તે અંગે

(સી) કલમ ૨૧૩ની પેટા કલમ (પ)ના ખંડ (એફ) મા સંદભૅ કયૅ મુજબ મોટર વાહન વિભાગના અધિકારીઓ દ્રારા વાપરવામાં આવતી તેવી અનય સતાઓ

(ડી) અન્ય કોઇપણ બાબત જેની માટે સંદભૅકયા મુજબ નિયત કરેલ પ્રમાણે અથવા જેના સંબંધમાં રાજય સરકાર દ્વારા નિયમો ઘડીને જોગવાઇ કરવામાં આવેલ હોય

(( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૨૧૫-ડી ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))