
મુશ્કેલી નિવારણ અંગેની સતા
(૧) આ અધિનિયમની જોગવાઇઓને અમલમાં લાવવા માટે કોઇ મુશ્કેલી ઊભી થાય તો કેન્દ્ર સરકાર રાજપત્રમાં હુકમ પ્રસિધ્ધ કરીને આ અધિનિયમની જોગવાઇઓ સાથે અસંગત ન હોય તેવી મુશ્કેલીઓ દૂર કરવા માટે જરૂરી અથવા યોગ્ય જણાય તેવી જોગવાઇઓ કરી શકશે જોગવાઇ કરવામાં આવી છે કે આ અધિનિયમના શરૂઆતની તારીખથી ત્રણ વષૅની મુદત પૂરી થયા પછી આવો કોઇ શકાશે નહિ. હુકમ કરી
(૨) આ કલમ મુજબનો કોઇપણ હુકમ તે કરવામાં આવે ત્યાર બાદ જેટલો બને તેટલો જલદી સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવો જોઇશે.
Copyright©2023 - HelpLaw