
રીપીલ એન્ડ સેવીંગ્ઝ
(૧) મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ અને તે અધિનિયમને તત્સમાન આ અધિનિયમના શરૂઆતની તરત પહેલા તે રાજયમાં અમલમાં હોય તેવો કોઇ ઇરાદો (જેનો આ કલમમાં હવે પછી રદ કરેલ અધિનિયમ નો તરીકે ઉલ્લેખ કષૅ છે તે) આથી રદ કરવામાં આવે છે. (૨) આ કલમથી કોઇ અધિનિયમ રદ કરવામાં આવેલ હોય તેમ છતા (એ) રદ કરેલ અધિનિયમ મુજબ બહાર પાડવામાં આવેલ કોઇ જાહેરનામું નિયમ વિનિમય હુકમ કે નોટીસ અથવા કરેલ કોઇ નિમણૂંક કે જાહેરાત અથવા આપેલ કોઇ મુકિત અથવા કરેલ કોઇ જપ્તી અથવા નાંખેલ કોઇ સજા કે દંડ જપ્તી રદ કરવાની બાબત અથવા કરેલ બીજું કોઇ કામગીરી અથવા લેવામાં આવેલ બીજું કોઇ પગલુ જેટલે સુધી તે આ અધિનિયમની જોગવાઇઓ સાથે અસંગત ન હોય તેટલે સુધી આ અધિનીયમની તત્સમાન જોગવાઇ મુજબ કાઢેલ કરવામાં આવેલ લેવડ દેવડ કરેલ કે લીધેલ ગણાશે. (બી) રદ કરેલ અધિનિયમ મુજબ કાઢી આપેલ કોઇ યોગ્યતા સર્ટિફિકેટ અથવા આપેલ રજિસ્ટ્રેશન અથવા લાઇસન્સ અથવા પરમિટ જાણે કે આ અધિનિયમ દ્રારા કરવામાં આવેલ ન હોય તેટલી મુદત સુધી અને તેવી શરતો મુજબ આવા શરૂઆત બાદ અમલમાં ચાલુ રહેશે (સી) આથી રદ કરવામાં આવેલ કોઇ અધિનિયમનો અથવા તેની કોઇ જોગવાઇનો ઉલ્લેખ કરતો કોઇ દસ્તાવેજ તે આ અધિનિયમના અથવા આ અધિનિયમની તત્સમાન જોગવાઇનો ઉલ્લેખ કરતો હોય તેમ સમજવું (ડી) રદ કરવામાં આવેલ અધિનિયમ ની જોગવાઇ મુજબ મોટર વાહનને નોંધણી અધિકારીએ આપેલ ઓળખ ચિન્હો અને તેના ઉપર લગાડવાની રીત આ અધિનિયમના શરૂઆત પછી આ અધિનિયમની
કલમ-૪૧ની પેટા કલમ (૬) મુજબ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં ચાલુ રહેશે.
(ઇ) મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ની કલમ ૬૮(સી) મુજબ અથવા કોઇપણ રાજયમાં તત્સમાન કાયદો અમલમાં હોય તો તે મુજબ અધિનિયમની શરૂઆતની તરત પહેલા નિકાલ બાકી હોય તેવી કોઇપણ યોજનાની આ અધિનિયમની કલમ ૧૦૦ની જોગવાઇઓ અનુસાર જોગવાઇ કરવી જોઇશે. (એફ) મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ની કલમ ૬૮(એફ)ની પેટા કલમ (૧-એ) મુજબ અથવા આ અધિનિયમના શરૂઆતની તરત પહેલા કોઇ રાજયમાં અમલમાં હોય તેવી તત્સમાન કોઇપણ જોગવાઇ મુજબ કાઢેલી પરમિટ આ અધિનિયમના પ્રકરણ-૬ મુજબ મંજૂર થયેલી યોજના જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં ચાલુ રહેશે.
(૩) કોઇ રદ થયેલ અધિનિયમ મુજબ ભરવો પડતો કોઇ દંડ આ અધિનિયમથી કે તે મુજબ જોગવાઇ કરેલી રીતે પરંતુ રદ થયેલ અધિનિયમ મુજબ એ દંડની વસૂલ કરવા માટે લીધેલ કોઇ કાયૅવાહીને બાધ આવ્યા વિના વસૂલ કરી શકાશે.
(૪) સામાન્ય કલમ અધિનિયમ ૧૯૮૭ ની કલમ ૬ ના રદ કરવાની બાબતના અમલમાં સંબંધમાં સામાન્ય અમલને આ કલમમાં અમુક બાબતોના ઉલ્લેખથી બાધ આવતો કે અસર થતી હોવાનું ઠરાવી શકાશે નહિ
Copyright©2023 - HelpLaw