ડ્રાઇવીંગ માટેના લાઇસન્સની જરૂરિયાત - કલમ:૩

ડ્રાઇવીંગ માટેના લાઇસન્સની જરૂરિયાત

(૧) વાહન ચલાવવા માટે પોતાને અધિકાર આપતુ ચાલુ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવ્યા વિના કોઇ વ્યકિત કોઇ જાહેર જગામાં મોટર વાહન ચલાવી શકશે નહિ અને તેના ડ્રાઇવીંગ લાઇસન્સમાં તેને વાહન એ રીતે ચલાવવા માટે સ્પષ્ટ અધિકાર આપ્યો હોય તે સિવાય કોઇ વ્યકિત કલમ ૭૫ની પેટા કલમ (૨) હેઠળ કરેલી કોઇપણ યોજના હેઠળ પોતાના ઉપયોગ માટે ભાડે અથવા દરે રાખેલ મોટર – કેબ (અથવા મોટર સાઇકલ) સિવાયનુ કોઇ – હેરફેરનુ વાહન ચલાવી શકશે નહિ.

(૨) જેના આધીન રહીને પેટા કલમ (૧) મોટર વાહન ચલાવવાની તાલીમ લેનાર વ્યકિતને નહિ પડે તે શરતો કેન્દ્ર સરકાર ઠરાવે તેની રહેશ

નોંધઃ- આ કલમથી મોટર વાહનની ડ્રાઇવીંગ માટેની લાઇસન્સની જરૂરિયાત માટે જોગવાઇ કરી છે સન ૧૯૯૪ના સુધારાથી મોટર સાઇકલને બાકાત રાખેલ છે.