ડ્રાઇવીંગ લાયસન્સનું રાષ્ટ્રીય નોંધણી પત્રક
(૧) કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરાવેલા નમૂનામાં અને તેવી રીતે ડ્રાઇવીંગ લાયસન્સનું રાષ્ટ્રીય નોંધણી પત્રક જાળવશે. (૨) કેન્દ્ર સરકાર સૂચિત કરે તેવી તારીખથી બધા જ રાજયોના ડ્રાઇવીંગ લાયસન્સોને રાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાયસન્સ નોંધણી પત્રક હેઠળ આવરી લેવામાં આવશે.
(૩) આ અધિનિયમ હેઠળ આપવામાં અથવા રીન્યુ કરવામાં આવેલું કોઇપણ ડ્રાઇવીંગ લાયસન્સ યથાથૅ ગણાશે નહિ. સિવાય કે તેને રાષ્ટ્રીય ડ્રારાઇવીંગ લાયસન્સ નોંધણી પત્રક હેઠળ યુનિક ડ્રાઇવીંગ લાયસન્સ નંબર આપવામાં આવેલ હોય
(૪) આ અધિનિયમ હેઠળની બધી જ રાજય સરકારો અને લાયનસીંગ સતા અધિકારીઓ કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલા હોય તેવા નમૂનામાં અને તેવી રીતે રાજય ડ્રાઇવીંગ લાયસન્સ નોંધણી પત્રકની માહિતી (ડેટા) ને અને તમામ માહિતી મોકલી આપશે.
(૫) રાજય સરકારો કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલી હોય તેવી રીતે રાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાયસન્સ રજિસ્ટરનો સંપકૅ કરી તેને અઘતન કરી શકશે.
(( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૨૫-એ નવી ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))
Copyright©2023 - HelpLaw