વધુ કદ ધરાવતા વાહનોની નોંધણી અને ક્ષમતા પ્રમાણપત્ર આપવા માટે પ્રતિબંધ - કલમ:૬૨(એ)

વધુ કદ ધરાવતા વાહનોની નોંધણી અને ક્ષમતા પ્રમાણપત્ર આપવા માટે પ્રતિબંધ

(૧) કોઇપણ નોંધણી સતા કલમ ૧૧૦ ની પેટા કલમ (૧)ના ખંડ (એ) હેઠળ બનાવેલા કોઇ નિયમનું ઉલ્લંઘન થાય તે રીતે કોઇપણ મોટર વાહનની નોંધણી કરશે નહિ.

(૨) કોઇપણ સૂચિ સતાધિકારી અથવા અધિકૃત પરીક્ષણ સ્ટેશન કલમ ૧૧૦ હેઠળ બનાવેલા કોઇપણ નિયમોનું ઉલ્લંઘન થાય તે રીતે કોઇપણ વાહનને કલમ-૫૬ હેઠળનું ક્ષમતા પ્રમાણપત્રો આપશે નહિ.

(( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ- (૬૨એ) નો ઉમેરવામાં આવેલ છે. અમલ તાઃ- ૦૯/૦૮/૨૦૧૯))