
મોટર વાહનોનુ રાષ્ટ્રીય નોંધણી પત્રક
(૧) કેન્દ્ર સરકાર તેના દ્રારા નિર્દિષ્ટ કરાય તેવા નમૂનામાં અને તેવી રીતે રાષ્ટ્રીય મોટર વાહન નોધણી પત્રક જાળવશે. જોગવાઇ કરવામાં આવે છે કે બધા જ રાજય મોટર વાહનોના નોંધણી પત્રકોને રાષ્ટ્રીય મોટર વાહન નોંધણી પત્રકમાં કેન્દ્ર સરકાર સરકારી રાજયપત્રમાં સૂચિત કરે તેવી તારીખથી ભેળવી દેવામાં આવશે.
(૨) આ અધિનિયમ હેઠળ આપવામાં અથવા રીન્યૂ કરવામાં આવેલું કોઇપણ નોંધણી પ્રમાણપત્ર યથાથૅ ગણાશે નહિ સિવાય કે તેને રાષ્ટ્રીય મોટર વાહન નોંધણી પત્રક હેઠળ યુનિક રજિસ્ટ્રેશન (નોંધણી) નંબર આપવામાં આવેલ હોય.
(૩) રાષ્ટ્રીય મોટર વાહન નોંધણી પત્રકની જાળવણી કરવા માટે બધા જ રાજયો અને અધિનિયમ હેઠળની નોંધણી સતાઓ રાય મોટર વાહન નોંધણી પત્રકમાંની બધી જ માહિતી અને ડેટા કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલા નમૂનામાં અને તેવી રીતે કેન્દ્ર સરકારને હસ્તાંતરિત કરશે.
(૪) રાજય સરકારોને રાષ્ટ્રીય મોટર વાહન નોંધણી પત્રકનો સંપકૅ પ્રાપ્ત રહેશે અને તેઓ આ અધિનિયમની અને તે હેઠળ કેન્દ્ર સરકારે બનાવેલા નિયમોની જોગવાઇઓની સુસંગતામાં બધા જ રેકડૅને અઘતન કરશે. (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમઃ- (૬૨-બી) નો ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw