ખાણની લીઝનો સમય મંજુર કરવા કે તાજા (રિન્યુ) કરવા અંગે - કલમ:૮

ખાણની લીઝનો સમય મંજુર કરવા કે તાજા (રિન્યુ) કરવા અંગે

(૧) આ કલમની જોગવાઇઓ પ્રથમ અનુસુચિની ભાગ-એ માં દશૅાવેલ ખનીજોને લાગુ પડશે. (૨) ખાણના લીઝનો વધુમાં વધુ સમય અવધિ ત્રીસ વષૅથી વધારે મંજુર કરવામાં આવશે નહી. જોગવાઇ કરવામાં આવી છે કે આવી ખાણની મંજુર થયેલ લીઝનો સમયગાળો વીસ વષૅથી ઓછા સમય માટે મંજુર કરવામાં આવશે નહી. (૩) ખાણની લીઝ કેન્દ્ર સરકારની મંજુરી અગાઉ મંજુરીથી વીસ વષૅથી વધારે નહી સમય માટે પુનઃ મંજુર કરવામાં આવશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ સુધારો)