મૃતપ્રાયઃ થયેલા ભાડાપટ્ટાની ચૂકવણી પટેદાર દ્રારા કરવા બાબતે - કલમ:૯(એ)

મૃતપ્રાયઃ થયેલા ભાડાપટ્ટાની ચૂકવણી પટેદાર દ્રારા કરવા બાબતે

(૧) માણસને ખનીજ નિયમન અને વિકાસ અધિનિયમ ૧૯૭૨ અમલમાં આવ્યા અને તે પહેલા ખાણ લીઝ મંજૂર કયૅ । હોય તેનો ધારક, લીઝના ખતમાં કે જે તે સમયે કાયદાનું પીઠબળ ધરાવતો અમલ ચાલુ હોય તો પણ રાજય સરકાર દેવા બાબતે ડેડરેન્ટની દરો નકકી કરશે. ત્રીજી સૂચિમાં નિર્દેશ કરીને જે તે વિસ્તારના ખનીજના વિસ્તારોમાં લીઝ ખતમાં સમાવેશ કરશે. જોગવાઇ કરવામાં આવે છે કે ખાણ ખનીજ લીઝનો ધારક કલમ-૯ હેઠળ જે વિસ્તારમાં ખનીજ ખસેડાઇ હોય વપરાશમાં લીધેલ હોય તેમના કે તેમના મેનેજર, એજન્ટ, કમૅચારી, કોન્ટ્રાકટર કે પેટા લીઝ હોલ્ડર દ્રારા વિસ્તારમાં ખનીજ વપરાશમાં લીધો હોય તેવી સરકારી ચૂકવણી જે દરો વધુ હોય તે દરે ચૂકવી પડશે. (૨) કેન્દ્ર સરકાર સતાવાર જાહેરનામામાં નોટીફિકેશનથી ત્રીજી અનુસૂચીમાં સુધારો કરી સરકારની દરોમાં વધારો કે ઘટાડો કરશે તે રીતે ડેડરેનટમાં (બાકી ભાડું) ખાણ લીઝ ધારકે આવા સુધારા મુજબ વધારો કે ઘટાડો કરતી અસર મુજબ જે તે તારીખ નિર્દેશ કરીને નોટીફીકેશનથી તારીખ નકકી કરશે. ત્યારથી સરકારી-ડેડ રેન્ટ અંગે આપવાનું રહેશે. જોગવાઇ કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર-ડેડરેન્ટ બાબતે ત્રણ વર્ષમાં ગમે તેટલી એકથી વધુ વાર વધારો જે તે વિસ્તાર અંગે- સમયમાં કરી શકશે.