જિલ્લા ખનીજ સંસ્થા - કલમ:૯(બી)

જિલ્લા ખનીજ સંસ્થા

(૧) ખાણની સંબંધિત કામગીરી અસરગ્રસ્ત જિલ્લા, રાજય સરકાર જાહેરનામું દ્રારા જિલ્લા ખનીજ સંસ્થા નામનું ટ્રસ્ટ બિન-નફાકારી એકમની રચના કરશે. (૨) જિલ્લા ખનીજ સંસ્થાના હેતુ વ્યકિતઓના હિત અને લાભો માટેના હેતુ માટે કાયૅ કરશે અને ખાણ કામગીરી સાથે સંકળાયેલ અસરગ્રસ્ત વિસ્તારો રાજય સરકાર એની રીતે નિયમ કરીને નકકી કરશે. (૩) જિલ્લા ખનીજ સંસ્થાનું બંધારણ અને કાયૅ રાજય સરકાર દ્રારા નિયમ કરેલ તે રીતે કરવામાં આવશે. (૪) પેટા કલમ (૨) અને (૩) નીચે નિયમ બનાવતા રાજય સરકાર, અનુસૂચિત વિસ્તારો અને આદિવાસી (પછાત) વિસ્તારને સબંધિત બંધારણના પાંચમો અને છઠ્ઠો અનુસૂચિના આગળ ૨૪૪ની જોગવાઇઓ દ્રારા માગૅદશિત થશે. પંચાયત (વધારેલ નિયત વિસ્તાર) કાયદો ૧૯૯૬ની જોગવાઇઓ (૧૯૯૬નો ૪૦) આદિવાસી અને બીજા પ્રણાલિકાગત જંગલ નિવાસીના (વન અધિકારોની માન્યતા) કાયદો ૨૦૦૬ (૨૦૦૭નો ૨) (૫) ખાણની લીઝ કે પરવાનો કે ધરાવનાર ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારો અધિનિયમ ૨૦૧૫ની શરૂઆતની તારીખે કે પહેલા આપેલ હોય તેમણે જે જિલ્લામાં ખાણની કામગીરી ચાલતી હોય તે જિલ્લાના ખનીજ ફાઉન્ડેશનને રોયલ્ટીની રકમના ૧/૩ થી વધારે નહીં તેવી રકમ ચૂકવવામાં આવશે. (૬) ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારો કાયદો ૨૦૧૫ની શરૂઆતની તારીખે કે પહેલા ખાણનો લીઝ પરવાનો ધરાવનારે જે જિલ્લામાં ખાણની કામગીરી ચાલતી હોય તે વિસ્તારના જિલ્લા ખનીજ ફાઉનડેશનને બીજા અનુસૂચિમાં નિયત કરેલ રોયલ્ટીની રકમથી વધુ નહિ તેટલી રકમની રોયલ્ટી ચૂકવવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્રારા ખાોની લીઝની શ્રેણી મુજબની રકમ વિવિધ શ્રેણીના ખાણોની લીઝ ધરાવનારે રોયલ્ટી ઉપરાંત ચૂકવવાની રહેશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૯-બી ઉમેરવામાં આવેલ છે.)