રાષ્ટ્રીય ખનીજ સંશોધન ટ્રસ્ટ - કલમ:૯(સી)

રાષ્ટ્રીય ખનીજ સંશોધન ટ્રસ્ટ

(૧) કેન્દ્ર સરકાર જાહેરનામા દ્રારા રાષ્ટ્રીય ખનીજ સંશોધન ટ્રસ્ટ નામે કહેવાતી બિન-નફાકારી સંસ્થાની સ્થાપના કરશે. (૨) આ ટ્રસ્ટનો હેતુ એકત્ર થયેલ ભંડોળને કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરેલી રીતે પ્રાદેશિક અને વિસ્તૃતના હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે. (૩) ટ્રસ્ટનું બંધારણ અને કાયૅ કેન્દ્ર સરકાર નિયત કરે તે પ્રમાણે રહેશે. (૪) ખાણની લીઝ કે અધિકૃત પરવાનો કે ખાણની લીઝ ધરાવનારે રોયલ્ટીના ૨ ટકા ની સમાન રકમ બીજા અનુસૂચિના નિયમ પ્રમાણે કેન્દ્ર સરકાર નકકી કરે તેમ ચૂકવવાના રહેશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૯-સી ઉમેરવામાં આવેલ છે.)