બિન વિશિષ્ટ પ્રાથમિક પરમીટની (રિકનેકશન્સ) મંજુરી - કલમ:૧૦(સી)

બિન વિશિષ્ટ પ્રાથમિક પરમીટની (રિકનેકશન્સ) મંજુરી

(૧) કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરેલ શરતો અને નિયમોને આધીન પ્રથમ અનુસૂચિના ભાગ-એ અને ભાગ-બી માં દૉવેલ ખનીજો સિવાયના કોઇ જાહેર કરેલ નહીં કરેલ વિસ્તારના ખનીજો કે નિર્દેશીત ખનીજોના સમૂહની બાબતમાં બિન-વિશિષ્ટ પ્રાથમિક પરમીટ (પરવાનો) મંજુર કરી શકાશે. (૨) આવા બિન-વિશિષ્ટ પ્રાથમિક પરમીટ ધરાવનાર કોઇ સંભવિત ખાણની લીઝ કે ખાણની લીઝના પરવાના માટેના દાવાનો અધિકાર રહેશે નહી. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૧૦-સી ઉમેરવામાં આવેલ છે.)